1.16 લાખનું ચલણ ભરવા માલિકે ડ્રાઈવરને મોકલ્યો, ડ્રાઈવર પૈસા લઈ થયો ફરાર

News18 Gujarati
Updated: September 9, 2019, 8:15 PM IST
1.16 લાખનું ચલણ ભરવા માલિકે ડ્રાઈવરને મોકલ્યો, ડ્રાઈવર પૈસા લઈ થયો ફરાર
ચલણના પૈસા લઈ ડ્રાઈવર થયો રફૂચક્કર

દિલ્હીના ટ્રાન્સપોર્ટર યામીન ખાનના ઓવરલોડેડ ટ્રકનું હરિયાણાના રેવાડીમાં 1.16 લાખનું ચલણ ફાટ્યુ

  • Share this:
1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા મોટર વ્હીકલ એક્ટ બાદથી ભારે ભરખમ ચલણનો મુદ્દો પૂરા દેશમાં છવાયેલો છે. હવે દિલ્હીથી એક મામલો સામે આવ્યો છે, જેમાં ટ્રાન્સપોર્ટરને ડબલ માર પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ટ્રાન્સપોર્ટર યામીન ખાનના ઓવરલોડેડ ટ્રકનું હરિયાણાના રેવાડીમાં 1.16 લાખનું ચલણ ફાટ્યુ. યામીને પોતાના ડ્રાઈવર જકર હુસેનને ચલણના પૈસા આપી આરટીઓ ઓફિસમાં જમા કરાવવા માટે મોકલ્યો. પરંતુ, ડ્રાઈવર ચલણ ભરવાના બદલે પૈસા લઈ ફરાર થઈ ગયો છે.

યામીન ખાને પાંચ મહિના પહેલા જકર હુસેનને નોકરી રાખ્યો હતો. દિલ્હીથી રેવાડી આરટીઓ ઓફિસમાં પૈસા બરવા માટે નીકળ્યો ત્યારબાદથી જકરે ફોન એટેન્ડ કરવાનું બંધ કરી દીધુ. ત્યારબાદ યામીને જકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ મામલાના તપાસમાં લાગી ગઈ છે, અને ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી ડ્રાઈવર જકર હુસેનની ધરપકડ કરી દિલ્હી લઈ આવી છે. અહીં આવ્યા બાદ તેની પાસેથી ચલણના પૈસા પાચા મેળવી લેવામાં આવ્યા છે.

માલિકે ખખડાવ્યો એટલે સબક શિખવવા માટે આવું કર્યું

ઈન્ડીયન એક્સપ્રેસની સમાચાર અનુસાર, પોલીસે જણાવ્યું કે, જ્યારે જકરે પોતાના માલિક યામિન ખાનને જણાવ્યું તો, માલિકે તેને ભારે ભરખમ દંડને લઈ ખખડાવ્યો. ત્યારથી ડ્રાઈવર પોતાના માલિકને સબક શિખવવાનું વિચારવા લાગ્યો. જેવા તેને ચલણના પૈસા મળ્યા, તે લઈને ફરાર થઈ ગયો.

નવા એક્ટમાં ભારે દંડની જોગવાઈ
તમને જણાવી દઈએ કે, મોટર વ્હીકલ એક્ટમાં દંડની નવી જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસાર, ઓવરલોડિંગ માટે દંડ 2 હજારથી વધારી 20 હજાર કરી દેવામાં આવ્યો છે. વદારાના વજન માટે પ્રતિ ટન એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर