ઈંડિગોની ફ્લાઈટમાં એક મુસાફરનું મોત, પાકિસ્તાનમાં કરાયું ઈમરજન્સી લેન્ડીંગ
delhi doha indigo flight
ઈંડિગો એરલાઈનની ફ્લાઈટ 6E-1736ના એક મુસાફરે ઉડાનની વચ્ચે પોતાની જાતને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો. ત્યાર બાદ ફ્લાઈટના પાયલટે કરાચી એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કર્યો અને મેડિકલ ઈમરજન્સી સ્થિતી વિશે જાણકારી આપી.
નવી દિલ્હી: દિલ્હી દોહા ઈંડિગો ફ્લાઈટમાં એક હમચાવી નાખતી ઘટના સામે આવી છે. એક મુસાફરની તબિયત ખરાબ થતાં ઈંડિગો એરલાઈનના એક વિમાનનું પાકિસ્તાનના કરાંચીમાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું હતું. ઈંડિગો એરલાઈને કહ્યું કે, એરપોર્ટ પર મેડિકલ ટીમ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ મુસાફર નાઈઝીરિયાનો નાગરિક હતો.
ઈંડિગો એરલાઈનની ફ્લાઈટ 6E-1736ના એક મુસાફરે ઉડાનની વચ્ચે પોતાની જાતને અસ્વસ્થ અનુભવી રહ્યો હતો. ત્યાર બાદ ફ્લાઈટના પાયલટે કરાચી એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કર્યો અને મેડિકલ ઈમરજન્સી સ્થિતી વિશે જાણકારી આપી. કરાચીમાં સિવિલ એવિએશન અથોરિટીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે, ભારતીય એરલાઈનની ફ્લાઈટ દિલ્હીથી દુબઈ જઈ રહી હતી, ત્યારે ઉડાનની વચ્ચે એક મુસાફરની તબિયત ખરાબ થઈ ગઈ હતી.
ઈંડિગો ફ્લાઈટના પાયલટે મેડિકલ ઈમરજન્સીના કારણે ઈમરજન્સી લેન્ડીંગની મંજૂરી માગી હતી. જેને કરાચી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલે મંજૂરી આપી. યાત્રીની ઓળખાણ નાઈજીરિયાઈ નાગરિક અબ્દુલ્લા (60) તરીકે થઈ છે. જો કે, ફ્લાઈટના લેન્ડીંગ પહેલા તેનું મોત થઈ ચુક્યું હતું. સીએએ અને એનઆઈએચના ડોક્ટરે મુસાફરને ડેથ સર્ટિફિકેટ આપી દીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર