સુપ્રિમ કોર્ટના નિર્ણયથી સિસોદિયા ઉત્સાહમાં, દિલની ભડાસ કાઢતા કહ્યું કે....

News18 Gujarati
Updated: July 5, 2018, 1:22 AM IST
સુપ્રિમ કોર્ટના નિર્ણયથી સિસોદિયા ઉત્સાહમાં, દિલની ભડાસ કાઢતા કહ્યું કે....

  • Share this:
ચુકાદા પછી ઉત્સાહમાં આવી ગયેલા મનિષ સિસોદિયાએ કહ્યું કે કેન્દ્ર અને ઉપરાજ્યપાલને દિલ્હીવાસીઓની માફી માંગવી જોઈએ. એલજી દરેક મામલામાં અડચણો ઉભી કરતાં હતા. જાણી જોઈને કરવામાં આવેલ ષડયંત્ર હેઠળ દિલ્હીવાસીઓને બે વર્ષથી હેરાન કરવામાં આવતા હતા. મનીષ સિસોદિયાએ વધુંમાં કહ્યું હતું કે એલજી સાથે અમારી વ્યક્તિગત રીતે અમારી કોઈ દુશ્મનાવટ નથી, પણ અમે દિલ્હીની જનતાના કામમાં રોડાં નાંખનારાઓ સામે ટક્કર લીધી.

દિલ્હીમાં ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે સત્તાની લડાઈ પછી બુધવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની સીમામાં રહીને કામ કરશે. તે ઉપરાંત તેમને કહ્યું કે મોદી સરકાર અમારા અધિકારો પર તરાપ મારી પણ દિલ્હી રાજ્યમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અમે કરીશું.

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેબિનેટની બેઠક પછી આયોજિત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો સંભળાવ્યો છે તેને લઈને કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કાયદા પ્રધાન કૈલાશ ગેહલોતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેબિનેટ સમક્ષ મૂક્યો હતો. આ ચુકાદાના મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ પછી સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, આ ચુકાદા અનુસાર કામ કરવામાં આવે.

મનીષ સિસોદિયાએ આગળ કહ્યું કે કેબિનેટના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે રાશનની ઘરે ઘરે ડિલીવરી અને સીસીટીવીનું કામ તરત જ શરૂ કરવામાં આવે.

સિસોદિયાએ કહ્યું કે 2 વર્ષ પહેલાં હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી સરકાર પાસેથી ટ્રાન્સફર અને પોસ્ટિગની તાકાત છીનવીને ઉપરાજ્યપાલ અને મુખ્ય સચિવને આપી દેવામાં આવી હતી. સર્વિસ વિભાગ મંત્રીની હેસિયતથી મેં આદેશ જાહેર કર્યો છે આ વ્યવસ્થા બદલીને આઈએએસ અને દાનિક્સ સહિત તમામ અધિકારીઓની ટ્રાન્સફર કે પોસ્ટિંગ માટે હવે મુખ્યમંત્રીની પરવાનગી લેવી પડશે.ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સરકારે સૌથો મોટો નિર્ણય લેતાં, નાનાથી લઈને મોટાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગની પૂરી વ્યવસ્થા બદલી નાંખી છે. તત્કાળ પ્રભાવથી આ વ્યવસ્થા લાગી કરવાના આદેશ સર્વિસિસ વિભાગને આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે 2 વર્ષ પહેલા હાઈકોર્ટના ઓર્ડરમાં એલજીને પાવરફૂલ ગણાવાયા હતા. ત્યારે દરેક ફાઈલ એલજી રોકી દેતાં હતા. જ્યારે સંવિધાન પ્રમાણે તેમની પાસે તેના પાવર્સ ન હતા. પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે એલજી પાસેથી આદેશ લેવાનું જરૂરી નથી.તેમણે કહ્યું કે દિલ્હીની જનતાને 2 વર્ષ સુધી નુકસાન કરવામાં આવ્યું. અનેક ફાઈલોને લઈને અધિકારીઓને ધમકી આપવામાં આવી હતી અને મંત્રીઓ પર સીબીઆઈના કેસ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી સંવિધાનની મજાક ઉડાવવામાં આવી રહી હતી. પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોર્ટે જણાવ્યું કે એલજી કેટલાંક નિર્ણયો પર રોક લગાવી શકે છે નહિં કે દરેક નિર્ણયો પર.

સિસોદિયાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ત્રણ મુદ્દાઓને છોડ઼ીને તમામ વિષયો પર અધિકાર દિલ્હીની ચૂંટાયેલી સરકારને આપવામાં આવ્યા છે. ટ્રાન્સફર – પોસ્ટિંગ સર્વિસિસનો મામલો આ ત્રણ મુદ્દાઓમાં આવતો નથી. તેથી આ પાવર ફરીથી દિલ્હી સરકારને મળ્યા છે. સર્વિસિસ વિભાગ હવે ચૂંટાયેલી સરકાર પાસે રહેશે.

સિસોદિયાએ કોર્ટના ચુકાદા પછી સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે જમીન, પોલીસ અને પબ્લિક ઓર્ડરને છોડીને તમામ મુદ્દાઓ પર કાયદો બનાવવાનો અધિકાર દિલ્હી સરકાર અને દિલ્હી વિધાનસભાની પાસે રહેશે. મોદી સરકાર અને ઉપરાજ્યપાલે પ્રવર્તમાન કાયદાની ખોટી વ્યાખ્યા કરીને અમારા અધિકારોને ઓછા કરી નાંખ્યા.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભવિષ્યમાં ઉપરાજ્યપાલની સાથે વિવાદ ન થાય તે માટે સિસોદિયાએ કહ્યું કે ત્રણ રિઝર્વ મામલાને છોડીને ઉપરાજ્યપાલ કોઈ પણ મામલામાં હસ્તક્ષેપ ન કરી શકે. આ ત્રણ મુદ્દાઓ પર કાયદો કેન્દ્ર સરકાર બનાવી શકે છે બાકી તમામ મુદ્દાઓમાં કાયદો દિલ્હીની સરકાર બનાવશે.

 
First published: July 5, 2018, 1:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading