દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનો પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનો પોઝિટિવ ટ્વિટ કરીને આપી જાણકારી

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3229 કેસ સામે આવ્યા

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)પણ કોરોના સંક્રમણની ચપેટમાં (Corona Infection)આવી ગયા છે. તેમણે તાવ હોવાથી પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વાતની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી છે. આ પહેલા દિલ્હીના 3 ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ થયા છે.

  દિલ્હી વિધાનસભાનું (Vidhan Sabha)સત્ર શરૂ થયા પહેલા આજે 180 લોકોની રેપિડ તપાસ કરવામાં આવી હતી. જેમાં 3 ધારાસભ્ય કોરોનો પોઝિટવ આવ્યા હતા. ધારાસભ્ય ગિરીસ સોની, પ્રમિલા ટોર્સ અને રવિ પોઝિટિવ આવ્યા છે. વિધાનસભાના 3 કર્મચારી પણ વાયરસથી સંક્રમિત આવ્યા છે.  આ પણ વાંચો - મીનાક્ષી લેખી, અનંત હેગડે અને પ્રવેશ વર્મા સહિત 25 સાંસદ કોરોના પોઝિટિવ

  મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે હળવો તાવ આવ્યા પછી આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વૉરન્ટાઇન કરી લીધો છે. હાલ તાવ કે અન્ય કોઈ પરેશાની નથી. હું પુરી રીતે સ્વસ્થ છું. તમારી બધાની પ્રાર્થનાથી જલ્દી પૂર્ણ સ્વસ્થ થઈને કામ પર પરત ફરીશ.

  દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3229 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 26 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ 2,21,533 થયા છે.
  Published by:Ashish Goyal
  First published: