દિલ્હી CAA Protest : હેડ કોન્સ્ટેબલ સહિત ચારના મોત, મંગળવારે ઉત્તર-પૂર્વી જિલ્લાની સ્કૂલો બંધ રહેશે

દિલ્હી : હેડ કોન્સ્ટેબલ સહિત ચારના મોત, મંગળવારે ઉત્તર-પૂર્વી જિલ્લાની સ્કૂલો બંધ રહેશે

નાગરિકતા સંશોધન કાનૂન (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ના વિરોધમાં દિલ્હીના ઉત્તર-પૂર્વી જિલ્લામાં વિરોધ પ્રદર્શન યથાવત્

 • Share this:
  નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ના વિરોધમાં દિલ્હીના ઉત્તર-પૂર્વી જિલ્લામાં વિરોધ પ્રદર્શન યથાવત્ છે. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહિત ચાર લોકોના મોત થયા છે. મૃતક પોલીસકર્મીની ઓળખ હેડ કોન્સ્ટેબલ રતન લાલના રુપમાં થઈ છે. શાહદરાના ડીસીપી અમિત શર્મા સહિત ઘણા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. 20થી વધારે ઇજાગ્રસ્તોની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન ભજનપુરા વિસ્તારમાં ઉપદ્રવીઓએ પેટ્રોલ પંપમાં આગ લગાવી દીધી છે.

  દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ટ્વિટ કરીને કહ્યું છે કે દિલ્હીમાં હિંસાથી પ્રભાવિત ઉત્તર-પૂર્વી જિલ્લામાં કાલે (મંગળવારે) સ્કૂલોની ગૃહ પરીક્ષાઓ નહીં થાય અને બધી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ બંધ રહેશે. બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં મેં માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક જી સાથે વાત કરી છે કે આ જિલ્લામાં કાલની બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવે.

  આ પણ વાંચો - દિલ્હી હિંસા પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન, કહ્યું - ભારતની છાપ ખરાબ કરવાનું રચ્યું ષડયંત્ર

  ન્યૂઝ એજન્સી આઈએએનએસના મતે પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ટોચના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી છે. બીજી તરફ દેશના ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ (G.Kishan Reddy)એ કહ્યું છે કે આ દુનિયામાં ભારતની છાપ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયો છે. કોંગ્રેસ પાર્ટી અને કેટલાક રાજનીતિ દળોને પુછવા માંગીશ કે આની જવાબદારી કોણ લેશે? આ ભારતની છાપ ખરાબ કરવાનું ષડયંત્ર છે. હું તેની નિંદા કરું છું. શાંતિપૂર્ણ વિરોધ માટે તમારો અધિકાર છે પણ આ રીત નથી. આ કેવા પ્રકારનો વિરોધ છે? હું ચેતવણી આપવા માંગું છું કે હિંસા અને આગજની સહન કરવામાં આવશે નહીં અને સખત કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: