Home /News /national-international /

Delhi Crime News: પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની ઘરમાં ઘૂસીને હત્યા, એક સંદિગ્ધ ઝડપાયો, બેની તલાશ

Delhi Crime News: પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની ઘરમાં ઘૂસીને હત્યા, એક સંદિગ્ધ ઝડપાયો, બેની તલાશ

પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી કુમારમંગલમની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી

પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી કુમારમંગલમની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી

    નવી દિલ્હી. દેશની રાજધાનીમાં અપરાધની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમ (P Rangarajan Kumaramangalam)ની પત્ની કિટ્ટી કુમારમંગલમ (Kitty Kumaramangalam)ની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે, હત્યાની આ ઘટનાને ગત રાત્રે અંજામ આપવામાં આવ્યો છે. કિટ્ટી કુમારમંગલમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રહેતાં હતાં. ડીસીપીએ જણાવ્યું કે આ હત્યાકાંડમાં એક સંદિગ્ધને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની તલાશ ચાલુ છે. હાલ હત્યાના કારણ વિશે જાણી નથી શકાયું.

    કિટ્ટી કુમારમંગલમના ઘરમાં કામ કરનારી હાઉસ હેલ્પે જણાવ્યું કે, ઘટના વાળી રાત્રે લગભગ 8:30 વાગ્યે લોન્ડ્રીવાળો ઘરમાં આવ્યો હતો. ત્યારબાદ બીજા બે લોકો આવ્યા હતા. હાઉસ હેલ્પે જણાવ્યું કે બાદમાં આવનારા બંને લોકોએ તેના હાથ-પગ બાંધી દીધા અને કિટ્ટી કુમારમંગલમની હત્યા કરી દીધી. પોલીસે લોન્ડ્રીવાળાની ધરપકડ કરી લીધી છે.

    આ પણ વાંચો, સગી કાકીએ ફિલ્મી સ્ટાઇલમાં સવા વર્ષના ભત્રીજાનું કર્યું અપહરણ, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

    આ પણ વાંચો, ઘરે જઈ રહેલા બાઇક સવારની નેશનલ હાઇવે પર ગોળી મારીને હત્યા, જૂની અદાવતનો આવ્યો કરૂણ અંજામ

    કિટ્ટી કુમારમંગલમ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે

    મૂળે, ઘટના સમયે કિટ્ટી કુમારમંગલમ હાઉસ હેલ્પ સાથે ઘરે એકલાં હતા. તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે. કિટ્ટી કુમારમંગલમનો દીકરો કૉંગ્રેસના નેતા છે અને ઘટનાની જાણકારી મળ્યા બાદ તેઓ બેંગલુરુથી દિલ્હી માટે રવાના થઈ ગયા છે. કિટ્ટી કુમારમંગલમનાના પતિ પી. રંગરાજન કુમારમંગલમ કૉંગ્રેસ નેતા હતા અને પી.વી. નરસિમ્હારાવની સરકારમાં મંત્રી હતા. પી. રંગરાજન કુમારમંગલમ બાદમાં બીજેપીમાં સામેલ થયા હતા અને વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Delhi Crime, Investigation, Kitty Kumaramangalam, P Rangarajan Kumaramangalam, ગુનો, દિલ્હી પોલીસ, હત્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन