Delhi Crime News: 14 વર્ષથી પથારીમાં પડેલા દીકરાની પિતાએ જ કરી હત્યા, ડંડાથી ફટકારી મારી નાખ્યો
Delhi Crime News: 14 વર્ષથી પથારીમાં પડેલા દીકરાની પિતાએ જ કરી હત્યા, ડંડાથી ફટકારી મારી નાખ્યો
Delhi Crime News: દિલ્હી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.
Delhi Crime News: દિલ્હી (Delhi)ના ભારત નગર વિસ્તારમાં કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ 14 વર્ષથી પથારીમાં બીમાર પડેલા પુત્રને ડંડાથી ફટકારીને તેની હત્યા કરી (Father killed son) નાખી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.
નવી દિલ્હી. દિલ્હી (Delhi)ના ભારત નગર વિસ્તારમાં કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ 14 વર્ષથી પથારીમાં બીમાર પડેલા પુત્રને ડંડાથી ફટકારીને તેની હત્યા કરી (Father killed son) નાખી. મૃતકનું નામ પરમજીત છે અને તેની વય 30 વર્ષની હતી. દિલ્હી (Delhi Crime News) પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસના કહેવા પ્રમાણે 9 જાન્યુઆરીએ બપોરે 1.24 વાગ્યે ભારત નગર પોલીસ સ્ટેશનમાં દીપ ચંદ બંધુ હોસ્પિટલમાં પરમજીત નામના યુવકની બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ થવાની જાણકારી મળી હતી.
જાણકારી મળ્યા બાદ પોલીસ (Delhi Police) ઘટના સ્થળે પહોંચી, તો ખબર પડી કે બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ થયેલા યુવકને ડોક્ટરે મૃત જાહેર કરી દીધો છે. ત્યારબાદ દિલ્હી પોલીસે મૃતક પરમજીતના શબને પોસ્ટમોર્ટમ માટે બીજેઆરએમ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
મૃતકની બહેને જણાવી આખી ઘટના
મૃતકની બહેન રેખાએ જણાવ્યું કે આજે સવારે જ્યારે તે પોતાના ઘરે આવી તો તેનો ભાઈ પરમજીત ઘાયલ અવસ્થામાં પથારીમાં પડ્યો હતો. તેણે કહ્યું કે મોડી રાત્રે તેના પિતા શરાબના નશામાં ઘરે આવ્યા હતા અને તેના ભાઈને લાકડાના દંડાથી ખરાબ રીતે માર માર્યો હતો.
મૃતકની બહેને આગળ કહ્યું કે તેનો ભાઈ પરમજીત છેલ્લા 14 વર્ષથી લકવાગ્રસ્ત હતો અને પથારીને હવાલે હતો. તો, પિતા દ્વારા બહુ નિર્દયતાથી પીટવામાં આવતા પરમજીત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. એ પછી તેને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પણ તેણે દમ તોડી નાખ્યો.
બીજી તરફ મૃતક પરમજીતની બહેનના નિવેદનને આધારે દિલ્હીના ભરત નગર પોલીસ સ્ટેશનમાં આરોપી પિતા વિરુદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં, દિલ્હી પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર