દિલ્હી: ફેક્ટરીમાં ભીષણ આગ, 17ના મોત, ફેક્ટરીના માલિકની ધરપકડ

આગમાં ફસાયેલા લોકોમાંથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાએ લોકો હજુ અંદર ફસાયા છે...

આગમાં ફસાયેલા લોકોમાંથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાએ લોકો હજુ અંદર ફસાયા છે...

 • Share this:
  દિલ્હી: ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ફંસાયા હોવાની આશંકા

  દિલ્હીના બવાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે, જેમાં નવ લોકોના મોત થયા છે. એટલું જ નહીં હજુ મોટી સંખ્યામાં લોકો ફંસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળ પર પહોંચેલ 10 ફાયરબ્રિગેડ ગાડીઓ પહોંચી ગઈ છે. હાલમાં આગ પર કાબુ મેળવવાની કોશિસ ચાલી રહી છે.

  મળતી માહિતી મુજબ, બવાના વિસ્તારના ઉદ્યોગીક વિસ્તારમાં એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સર્જાઈ છે. આગ એટલી ભયાનક હતી કે, લોકો બહાર જ ન નીકળી શક્યા. આગમાં ફસાયેલા લોકોમાંથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાએ લોકો હજુ અંદર ફસાયા છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કુદી ગયા. હાલમાં 10 ફાયરફાઈટર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.
  Published by:kiran mehta
  First published: