બીજેપી નેતાના માનહાની મામલામાં CM કેજરીવાલ વિરુદ્ધ સમન્સ, કોર્ટમાં રહેવું પડશે હાજર

News18 Gujarati
Updated: March 15, 2019, 5:18 PM IST
બીજેપી નેતાના માનહાની મામલામાં CM કેજરીવાલ વિરુદ્ધ સમન્સ, કોર્ટમાં રહેવું પડશે હાજર
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કેજરીવાલ સિવાય અન્યને પણ 30 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કેજરીવાલ સિવાય અન્યને પણ 30 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

  • Share this:
બીજેપી નેતા રાજીવ બબ્બર માનહાની મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કેજરીવાલ સિવાય અન્યને પણ 30 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, રાજીવ બબ્બરે આ કેસ દિલ્હી ભાજપા તરફથી નોંધાવ્યો છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેજરીવાલે ભાજપા પર આરોપ લગાવ્યો છે કે, તેમણે દિલ્હીમાં મતદાતાઓના લીસ્ટમાં અગ્રવાલ મતદાતાઓના નામ કપાવી નાખ્યા છે. એક સંવિધાનિક પદ પર રહેતા કેજરીવાલે જે ટીપ્પણી કરી છે ,તેનાથી ભાજપાની છબી ખરાબ થઈ છે.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આઠ ડિસેમ્બરે 2018ના રોજ ટ્વીટ કરી દાવો કર્યો હતો કે, દિલ્હીમાં અગ્રવાલ સમાજના કુલ આઠ લાખ વોટ છે. તેમાંથી લગભગ 4 લાખ વોટ ભાજપાએ કપાવી દીધા છે? એટલે કે, 50 ટકા. આજ દીન સુધી આ સમાજ ભાજપના કટ્ટર મતદાતા હતા. આ વખતે નોટબંધી અને જીએસટીના કારણે આ લોકો નારાજ છે, તો ભાજપાએ તેમના મત જ કપાવી નાખ્યા? જે શરમજનક વાત છે.

આ મુદ્દે કોર્ટે આ અરજી પર સુનાવણી કરી સમન્સ જાહેર કર્યું છે. આ કેસને લઈ કેજરીવાલની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. એક બાજુ કોંગ્રેસ સાથે ગઠબંધન ન થતા લોકસભા ચૂંટણીને લઈ કેજરીવાલ મૂંઝવણમાં છે, તો બીજી બાજુ પંજાબમાં એક એક કરી આપ નેતા અને સાંસદ કેજરીવાલનો સાથ છોડી રહ્યા છે. તો હવે કોર્ટના સમનથી પણ મુશ્કેલી વધી શકે છે.
First published: March 15, 2019
વધુ વાંચો
अगली ख़बर