નિર્ભયાના દોષિતોની અરજી રદ, ફાંસીને ટાળવાની તરકીબ કામ ન આવી

News18 Gujarati
Updated: January 25, 2020, 2:03 PM IST
નિર્ભયાના દોષિતોની અરજી રદ, ફાંસીને ટાળવાની તરકીબ કામ ન આવી
Illustration by Mir Suhail/News18

નિર્ભયા ગેંગરેપ મામલાના દોષિત પવન, અક્ષય અને વિનયે પોતાના વકીલના માધ્યમથી એક અરજી દાખલ કરી હતી.

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં દિલ્હીની એક કોર્ટે દોષિતોના વકીલની અરજી રદ કરી નાખી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તિહાડ જેલ દસ્તાવેજ નથી આપી રહી. બચાવપક્ષના વકીલે કોર્ટને સૂચના આપી
હતી કે તિહાડ જેલના અધિકારીઓએ વકીલ તરફથી માંગવામાં આવેલા સંબંધિત તમામ દસ્તાવેજો પહેલાથી જ આપી દીધા છે. જે અંગે દિલ્હીની કોર્ટે કહ્યું હતું કે આ મામલે કોઈ આદેશની જરૂરિયાત નથી અને કોર્ટે આ અરજી રદ કરી નાખી હતી.

દસ્તાવેજ ન મળ્યાનો આરોપ

હકીકતમાં, નિર્ભયા ગેંગરેપ મામલાના દોષિત પવન, અક્ષય અને વિનયે પોતાના વકીલના માધ્યમથી એક અરજી દાખલ કરી હતી. ત્રણેયના સંયુક્ત વકીલ એ.પી. સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યુ કે તિહાડ જેલ તંત્રએ અત્યાર સુધી તેમને દોષી પવન, અક્ષય અને વિનયના દસ્તાવેજ સોંપ્યા નથી, આ માટે ક્યૂરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવામાં મોડું થઈ રહ્યું છે.

અરજી દાખલ કરવા માટે દસ્તાવેજ જરૂરી

નિર્ભયા મામલામાં ત્રણેય દોષિત તરફથી રજૂ થયેલા વકીલ એસ.પી.સિંહે શુક્રવારે કોર્ટમાં જતા આરોપ લગાવ્યો હતો કે તિહાડ જેલના અધિકારીઓ અમુક દસ્તાવેજ નથી આપી રહ્યા. આ માટે જ તેઓ દયા કે સુધારાત્મક અરજી દાખલ નથી કરી શકતા. તેમણે આરોપ લગાવ્યો કે દોષી વિનય કુમાર શર્મા માટે દયા અરજી અને અક્ષય કુમાર સિંહ અને પવન સિંહ માટે સુધારાત્મક અરજી દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો જેલના તંત્રએ હજુ સુધી આપ્યા નથી. 

પહેલી ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે ચારેયને ફાંસી થશે

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બે અન્ય દોષિત વિનય અને મુકેશ સિંહની સુધારાત્મક અરજી રદ કરી નાખી છે. રાષ્ટ્રપતિએ શરૂઆતમાં મુકેશની દયા અરજી રદ કરી નાખી છે. કોર્ટના આદેશ પ્રમાણે ચારેય દોષિતોને પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે.

દોષિતો ફાંસીમાં મોડું કરવા માટે વિવિધ તરકીબો અજમાવી રહ્યા છે : સરકારી વકીલ

દિલ્હી પોલીસે શનિવારે એક કોર્ટને જણાવ્યું કે તિહાડ જેલના અધિકારીઓએ 2012 નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસ અને હત્યા મામલામાં મોતને સજા પામેલા ચારેયના વકીલ તરફથી માંગવામાં આવેલા તમામ દસ્તાવેજ સોંપ્યા હતા. પોલીસ તરફથી રજુ થયેલા સરકારી વકીલે ન્યાયાધીશ અજય કુમાર જૈનને જણાવ્યું કે દોષીતો ફક્ત મોડું કરવા માટેની તરકીબો અજમાવી રહ્યા છે.
First published: January 25, 2020, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading