Sunanda Pushkar death case: શશિ થરૂરને મળી મોટી રાહત, સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં દોષમુક્ત જાહેર

સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. (ફાઇલ તસવીર)

Sunanda Pushkar death case: કોર્ટથી રાહત મળતા શશિ થરૂરે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, સાડા સાત વર્ષથી આ ટોર્ચર અને દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો

  • Share this:
    નવી દિલ્હી. સુનંદા પુષ્કર મોત મામલા (Sunanda Pushkar death case)માં દિલ્હી કોર્ટે (Delhi Court) કોંગ્રેસ (Congress) નેતા શશિ થરૂર (Shashi Tharoor)ને આરોપ મુક્ત કરી દીધા છે. દિલ્હી કોર્ટે સુનંદા પુષ્કરના મોત મામલા સાથે જોડાયેલા આરોપોથી શશિ થરૂરને દોષમુક્ત (Shashi Tharoor discharge in Sunanda Pushkar death case) જાહેર કરી દીધા છે. કોર્ટથી રાહત મળતા શશિ થરૂરે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, સાડા સાત વર્ષથી આ ટોર્ચર અને દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો.

    નોંધનીય છે કે, સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. સુનંદા પુષ્કર (Sunanda Pushkar)ના મોત બાદ તેમના પતિ શશિ થરૂર (Shashi Tharoor) પર માનસિક ઉત્પીડન કરવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસ (Delhi Police)એ આ મામલામાં શશિ થરૂરની વિરુદ્ધ કેસ નોંધી લીધો હતો. આ મામલામાં પાકિસ્તાની પત્રકાર મેહર તરાર (Mehar Tarar)નું નામ પણ સામે આવ્યું હતું.

    દિલ્હી પોલીસે જે કલમો હેઠળ કોંગ્રેસના નેતા શશિ થરૂરને આરોપી બનાવ્યા હતા, તેમાં દોષી પુરવાર થવાની સ્થિતિમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીને 3થી 10 વર્ષ સુધીની કેદની સજા થઈ શકતી હતી. નોંધનીય છે કે, આ મામલામાં થરૂર મુખ્ય આરોપી હત. તેમની પર પત્ની સુનંદા પુષ્કરને દહેજ માટે ત્રાસ આપવા અને આત્મહત્યા માટે ઉશ્કેકરવાનો આરોપ હતો.

    ઉલ્લેખનીય છે કે, સુનંદા પુષ્કર મોત કેસમાં આ પહેલા ગત 27 જુલાઈના રોજ પણ સુનાવણી થઈ હતી પરંતુ શશિ થરૂર તરફથી એક રજૂઆત કરતાં આ મામલામાં વધુ દસ્તાવેજ રજૂ કરવાની મંજૂરી માંગતા તેને 18 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી હતી. બિઝનેસમાં અલગ ઓળખ ઊભી કરી ચૂકેલી સુનંદા પુષ્કરનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું હતું જ્યારે 2010માં તેમના લગ્ન કોંગ્રેસ નેતા શશિ થરૂર સાથે થયા. લગ્ન બાદ બંને ખુલીને મીડિયાની સામે આવ્યા હતા.

    આ પણ વાંચો, 45 વર્ષીય પ્રોફેસરનું સંદિગ્ધ હાલતમાં મોત, બેડરૂમમાં પડેલી લાશ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

    ઝેરના કારણે થયું હતું સુનંદાનું મોત

    સુનંદા પુષ્કરના મોતનો મામલો ખૂબ જ હાઇપ્રોફાઇલ કેસ માનવામાં આવતો હતો. 29 સપ્ટેમ્બર, 2014ના રોજ એઇમ્સના મેડિકલ બોર્ડે સુનંદાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સુનંદાનું મોત ઝેરના કારણે થયું છે. બોર્ડે કહ્યું હતું કે, અનેક એવા રસાયણ છે જે પેટમાં જવાથી કે લોહીમાં ભળી જવાથી ઝેર બની જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: