તબલીગી જમાત કેસમાં કોર્ટે કહ્યું, 'DCP કોઇપણ ખાસ ગુનો દર્શાવવામાં અસફળ રહ્યાં'

તબલીગી જમાત કેસમાં કોર્ટે કહ્યું, 'DCP કોઇપણ ખાસ ગુનો દર્શાવવામાં અસફળ રહ્યાં'
પ્રતીકાત્મક તસવીર

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેમની હાજરી માત્ર મનોરંજન માટે જરૂરી નથી.

 • Share this:
  નવી દિલ્હી: દિલ્હીની (Delhi Court) હાઇ કોર્ટમાં તબલીગી જમાત (Tablighi Jamaat) કેસની સુનાવણી ચાલી રહી છે. જેમાં દિલ્હી પોલીસના ડીસીપી (ક્રાઇમ બ્રાંચ) કોર્ટમાં નિઝામુદ્દીન મરકઝના બેંક ખાતા અનફ્રીઝ કરવા અંગેની કેસ ડાયરી લીધા વગર પહોંચતા કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેમની હાજરી માત્ર મનોરંજન માટે જરૂરી નથી.

  કોર્ટે ડીસીપીને કારણો જણાવવા કહ્યુ  મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અરૂણકુમાર ગર્ગેએ ડીસીપી જોય તિર્કીને સાત દિવસની અંદર કારણો જણાવવા કહ્યાં છે કે, કેમ તેમની સામે દિલ્હી હાઈકોર્ટમાં અવમાનનાનો સંદર્ભ આપવામાં આવે. ડીસીપી આ કેસની સુનાવણી મુલતવી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોર્ટે કહ્યું કે, તેમની પાસેથી સરકાર વતી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં 10,000 રૂપિયા જમા કરાવવા સંબંધિત અરજદારની અરજી માટે મંજૂરી આપી દીધી હતી. આ માટે, અરજદાર મુર્સાલિન સૈફીએ 19 ડિસેમ્બર 2020ના રોજ અરજી કરી હતી.

  'ડીસીપીના અસહકારને કારણે આવું બન્યું'

  આ કેસમાં અદાલતને જાણવા મળ્યું કે, આ અરજી હજી બાકી છે. આવું તપાસ અધિકારી તેમજ ડીસીપી (ક્રાઇમ બ્રાંચ) ના અસહકારને કારણે આવું બન્યું છે. કોર્ટે ક્રાઇમ બ્રાંચના જેસીપીને આ પત્ર પર પ્રતિક્રિયા આપવાનો આદેશ આપ્યો છે.

  કોરોનાના કહેરમાં 'યમરાજ' આવ્યા રસ્તા પર, કોવિડના નિયમો પાળવાની આપી રહ્યાં છે સલાહ

  કોર્ટે કહ્યું કે, તેઓ આ બાબતથી બેખબર ન હતા કે આ દંડ સરકારી તિજોરીમાંથી કાપવામાં આવશે. સાથોસાથ, કોર્ટે જવાબદાર વ્યક્તિના પગારમાંથી થતા નુકસાનને ભરપાઈ કરવાની જવાબદારી નક્કી કરવા માટે વિશેષ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચને આદેશ આપ્યો છે.

  વકીલ ફહીમ ખાને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

  ગત વર્ષે માર્ચમાં તબલીગી જમાતના ઘણા સભ્યો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચે નિઝામુદ્દીન મરકઝની મુલાકાત લીધી હતી. તે દરમિયાન, મદ્રેસા કાશિફુલ ઉલૂમ ઇસ્લામીયા અરેબિયાને લગતા ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં વકીલ ફહીમ ખાને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જે બાદ કોર્ટને કહ્યું હતું કે, પોલીસને આદેશ આપે કે, તમામ દસ્તાવેજો પરત આપે અને હમદર્દ ડિસ્પેન્સરી શાખાના વીજળી, ગેસ અને અન્ય ખર્ચ માટે બેંક ખાતાને મુક્ત કરે.

  IPL 2021: ચેન્નાઈની હાર બાદ ધોનીને વધુ એક ઝટકો, 12 લાખ રૂપિયાનો થયો દંડ

  'ડીસીપી ગુનો દર્શાવવામાં નિષ્ફળ ગયા છે'

  કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ડીસીપી તિર્કી કોઈ ખાસ ગુનો દર્શાવવામાં નિષ્ફળ ગયા છે. ડીસીપીએ કોર્ટને જાણ કરી હતી કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેટલાક કેસોની તપાસ કરી રહી છે. કોર્ટે પૂછ્યું કે કોના કહેવાથી બેંક ખાતા ફ્રિઝ કરવામાં આવ્યા છે. ડીસીપીએ જણાવ્યું હતું કે, તપાસ અધિકારીના કહેવાથી તે કરવામાં આવ્યું હતું.


  આ પછી, કોર્ટે તેમને પૂછ્યું હતું કહ્યું કે, કયા ગુનાના કારણે બેંક ખાતા ફ્રિઝ કરવામાં આવ્યા છે. આ અંગે ડીસીપીએ કહ્યું કે, તે હમણાં બધાની સામે આ કહી શકશે નહીં. પરંતુ તે કોર્ટમાં સીલબંધ પરબિડીયામાં તેનો જવાબ આપશે.
  Published by:Kaushal Pancholi
  First published:April 11, 2021, 09:00 am

  ટૉપ ન્યૂઝ