Sero Survey Delhi : કોરોનાને લઇને આવી ચિંતાજનક ખબર, ઠીક થયેલા વ્યક્તિઓમાં ન મળ્યા એન્ટીબૉડી

પ્રતિકાત્મક તસવીર

  • Share this:
    નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)એ કોવિડ સંક્રમિત થયેલા 208માંથી 97 લોકોમાં સંક્રમણ વિરુદ્ધ એન્ડીબૉડી નથી મળ્યા. આ જાણકારી જુલાઇમાં થયેલા સીરો સર્વેમાં સામે આવી. એનસીડીસીએ પોતાના સીરો-સર્વેક્ષણ રિપોર્ટમાં જોયું કે દિલ્હીની વસ્તીની વચ્ચે ઇન્યૂન રિસ્પૉન્સ ક્ષણિક હોઇ શકે છે. કારણ કે નોયડા, ગુડગાંવ અને ગાજિયાબાદ જેવી જગ્યાઓમાં મોટી સંખ્યામાં અસ્થાઇ વસ્તી રહે છે. રિપોર્ટમાં એનસીઆરના તમામ પ્રમુખ શહેરો અને વિસ્તારોમાં સીરો સર્વેક્ષણનો પ્રચાર કરવામાં આવ્યો છે. 21 જુલાઇએ તૈયાર થયેલા રિપોર્ટમાં દિલ્હીમાં ચાલી રહેલા એક મામલાની સુનવણીમાં દિલ્હી હાઇકોર્ટેમાં જાણકારી સોંપવામાં આવી છે.

    એનસીડીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી 208 લોકોએ કહ્યું કે તે પહેલા આરટી-પીસીઆર તપાસમાં પોઝિટિવ પરીશ્રણ કરવામાં આવ્યું હતું અને 208માંથી ખાલી 111 એટલે કે 53.37 ટકા, સીરો પોઝિટિવ હતા અને 97 લોકો નેગેટિવ હતા. આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોરોના ઇમ્યૂન રિસ્પોન્સ ઓછું અને સંભવત ક્ષણિક છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બીજા સીરો સર્વે માટે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વચ્ચે કુલ 15 હજાર સેમ્પલ ભેગા કરવામાં આવ્યા છે. આ જાણકારી દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને આપી ચે. આ સર્વે મુજબ દિલ્હી સરકારે સ્વાસ્થય વિભાગને નવું એસઓપી બનાવ્યું છે.

    સત્યેંદ્ર જૈન કહ્યું કે તેમાં 18 વર્ષથી ઓછી ઉમરના 25 ટકા, 18 થી 49 વર્ષની વચ્ચે 50 ટકા અને 50 વર્ષની ઉંમરના 25 ટકાના સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે મુજબ દિલ્હીમાં લગભગ 60 લાખ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત છે. પણ તેમના એન્ટીબોડિ હોવાનો મતબલ છે કે તે લોકો કોરોના વાયરસથી બહાર આવી ગયા છે. અને 4-8 મહીના સુધી તેમના શરીરમાં એન્ટીબોડી રહેશે. સર્વે રિઝલ્ટના આધારે દિલ્હી સરકારની તરફથી જાહેર નોટ મુજબ જે મીડિયમ એજ ગ્રુપ છે તે 32 વર્ષના લોકોનું છે. આ સર્વેમાં બીજો ફેઝ સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પહેલા વીકમાં થશે. સ્વાસ્થયમંત્રીએ કહ્યું કે અમે જિલ્લાસત્તરે પણ આ રિઝલ્ટમાં બહુ અંતર જાયું છે. દક્ષિણ-પૂર્વ જેવા જિલ્લામાં 50 ટકા વુદ્ધિ જોવા મળી છે. ખુશીની વાત એ છે કે હજી પણ દિલ્હીની 70 ટકા વસ્તી કોરોના સંક્રમણથી બચેલી છે. અને આ કારણે જ સતર્કતા રાખવી જરૂરી છે.

    વધુ વાંચો : આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 69,921 નવા કેસ નોંધાયા, 819 દર્દીનાં મોત

    સર્વે રિઝલ્ટ મુજબ દક્ષિણ-પૂર્વ જિલ્લામાં સૌથી વધુ પ્રસાર 32.2 ટકા થયો છે. બીજા નંબરે ઉત્તર જિલ્લામાં 31.6ટકા દરથી તેનો ફેલાવ થયો છે. સેન્ટ્રલ જિલ્લામાં 31.4 ટકા, શાહદરામાં 29,9 ટકા, ઉત્તર પૂર્વમાં 29.6ટકા, પૂર્વમાં 28.9 ટકા, ઉત્તર-પશ્ચિમમાં 29.6 અને નવી દિલ્હીમાં 24.6 ટકા ફેલાવો થયો છે. સૌથી ઓછો પ્રસાર દક્ષિણ પશ્ચિમ જિલ્લામાં 16.3 ટકા થયો છે.

    દિલ્હી સરકારે તે સુનિશ્ચિત કર્યું છે કે જે લોકો પહેલા સામેલ થયા છે તે બીજી વાર આ સર્વેમાં ભાગ ન લે. આ સર્વે લોકોની લેખિત સહમતિથી તેમના લોહીના સેમ્પલ લઇને કરવામાં આવે છે. એલિસા ટેસ્ટ કિટ દ્વારા સીરોથી આઇજીજી એન્ટીબૉડી અને સંક્રમણની તપાસ કરવામાં આવે છે.
    Published by:Chaitali Shukla
    First published: