ડેમેજ કન્ટ્રોલ : શક્તિસિંહ ગોહિલને મળ્યો દિલ્હી કૉંગ્રેસનો વધારાનો પ્રભાર

News18 Gujarati
Updated: February 13, 2020, 12:07 PM IST
ડેમેજ કન્ટ્રોલ : શક્તિસિંહ ગોહિલને મળ્યો દિલ્હી કૉંગ્રેસનો વધારાનો પ્રભાર
શક્તિસિંહ ગોહિલ (ફાઇલ તસવીર)

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો સ્કોર બીજી વાર પણ 'શૂન્ય' રહ્યા બાદ શક્તિસિંહ ગોહિલને સોંપાઈ મહત્વની જવાબદારી

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assemble Election 2020)માં કૉંગ્રેસ (Congress)ને મળેલી કારમી હાર બાદ પાર્ટીમાં ચિંતન-મનન સતત ચાલી રહ્યા છે. મંગળવારે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપડા (Subhash Chopra)ના રાજીનામા બાદ બુધવારે કૉંગ્રેસના પ્રભારી પી.સી. ચાકો (PC Chacko)એ પણ પાર્ટીના વચગાળાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને પોતાનું રાજીનામું સોંપી દીધું. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)ને હવે દિલ્હી કૉંગ્રેસ (Delhi Congress)નો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

શક્તિસિંહ ગોહિલને દિલ્હીનો વધારાનો પ્રભાર સોંપવાના કૉંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયને ગુજરાત કૉંગ્રેસે વધાવી લીધો છે. ગુજરાત કૉંગ્રેસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી ગુરુવારે શક્તિસિંહને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

શક્તિસિંહને 2018માં સોંપાઈ હતી બિહારની જવાબદારી

નોંધનીય છે કે, શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારીની જવાબદારી 2 એપ્રિલ 2018માં સોંપવામાં આવી હતી. તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શક્તિસિંહને બિહારની મહત્વની જવાબદારી સોંપી હતી. 2017ના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના સારા પ્રદર્શનમાં શક્તિસિંહના મહત્વના યોગદાનને ધ્યાનમાં લઈ રાહુલ ગાંધીએ તેમને આ બિહારના રાજકારણમાં કૉંગ્રેસને મજબૂત કરવાની જવાબદારી સોંપી હતી.

શક્તિસિંહ માટે કપરા ચઢાણ

શક્તિસિંહ ગોહિલ માટે દિલ્હી કૉંગ્રેસને ફરી બેઠી કરવાનું કામ એટલું સરળ નહીં રહે. 11 ફેબ્રુઆરીએ આવેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણોમોમાં કૉંગ્રેસ 70માંથી એક પણ બેઠક જીતી નહોતી શકી. આમ આદમી પાર્ટી 62 બેઠક અને ભાજપ બેઠક જીતી હતી. દિલ્હીવાસીઓએ સતત ત્રણ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારોને જાકારો આપ્યો છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં પણ કૉંગ્રેસ એક પણ બેઠક જીતી નહોતી શકી. આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટ શૅર માત્ર 4.26 ટકા રહ્યો.એનાથી વિશેષ તો આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસના 66માંથી 63 ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી. લોકો તરફથી આ હદે જાકારો મળ્યા બાદ નવા નિમાયેલા પ્રભારી શક્તિસિંહ માટે કૉંગ્રેસને પાયાથી બેઠી કરવાનું કપરું કામ કરવું પડશે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા વચ્ચે સોનિયા ગાંધીએ શક્તિસિંહ ગોહિલ પર મૂકેલા વિશ્વાસને પુરવાર કરવાનો પડકાર છે. દિલ્હી કૉંગ્રેસના નવસર્જન લાવવાનો શક્તિસિંહ પર મોટો પડકાર છે.

આ પણ વાંચો,

રાજકીય પાર્ટીઓને સુપ્રીમ કોર્ટનો આદેશ : ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઇટ પર મૂકવા પડશે
કોરોનાવાયરસ : સરકાર પર નિશાન સાધતાં રાહુલ ગાંધીથી કાશ્મીર મુદ્દે થઈ મોટી ચૂક, ટ્વિટ કર્યું ડિલીટ
Published by: Mrunal Bhojak
First published: February 13, 2020, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading