Home /News /national-international /

જરૂર પડશે તો દિલ્હીમાં લાગુ થઈ શકે છે ઓડ-ઇવન: કેજરીવાલ

જરૂર પડશે તો દિલ્હીમાં લાગુ થઈ શકે છે ઓડ-ઇવન: કેજરીવાલ

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘણું ખરાબ થઈ ચૂક્યું છે.

પ્રદૂષણ બોર્ડે સલાહ આપી છે કે આગામી ત્રણથી પાંચ દિવસ સુધી ઘરની બહાર જવાથી બચો અને અંગત ગાડીઓનો ઓછો ઉપયોગ કરો

    ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. તેઓએ એ વાતનો સંકતે પણ આપ્યો કે દિલ્હીમાં ટૂંક સમયમાં ઓડ-ઇવન ફોમ્યૂલા લાગુ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હવાની ગુણવત્તા હાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

    દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા પર કેજરીવાલે કહ્યું કે, પ્રદૂષણને ઘટાડવા માટે અમે ગત એક વર્ષથી કેન્દ્ર સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. જો હકીકતમાં પ્રદૂષણ પર કાબૂ મેળવવો હશે તો આપશે પડોશી રાજ્યો સાથે વાતચીત કરવી પડશે. કેન્દ્રએ આ કામ કરવું જોઈએ. જ્યારે પણ જરૂર પડશે અમે ઓડ ઇવન ફોમ્યૂલા લાગુ કરીશું.

    દિલ્હીમાં કેજરીવાલ સરકારે અત્યાર સુધી ત્રણ વાર ઓડ ઇવન ફોમ્યૂલા લાગુ કરી ચૂકી છે. છેલ્લીવાર તેમણે 2017માં 13થી 17 નવેમ્બરની વચ્ચે ઓડ-ઇવન લાગુ કર્યું હતું.

    આ પણ વાંચો, મોદી સરકાર બદલશે આ ત્રણ ટાપુઓનાં નામ

    ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હવાની ગુણવત્તા ફરી ખરાબ થઈ ગઈ છે. હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં જવાથી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લોકોને સલાહ આપી છે કે આગામી ત્રણથી પાંચ દિવસ સુધી ઘરની બહાર જવાથી બચો અને અંગત ગાડીઓનો ઓછો ઉપયોગ કરો.

    દિલ્હીમાં રવિવારે વર્ષમાં બીજી વાર પ્રદૂષણનું સ્તર સૌથી વધુ રહ્યું. હવામાન સંબંધી સ્થિતિઓના કારણે આગામી થોડા દિવસો સુધી દિલ્હીની હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં બની રહી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Odd-Even, અરવિંદ કેજરીવાલ, દિલ્હી, પ્રદુષણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन