કેજરીવાલે કહ્યું- નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરીશું

News18 Gujarati
Updated: April 14, 2019, 4:36 PM IST
કેજરીવાલે કહ્યું- નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરીશું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

કેજરીવાલે કહ્યું કે, દેશ મોટા ખતરામાં છે. દેશને મોદીજી અને અમિત શાહથી બચાવવા માટે અમે જે જરૂર પડશે તે કરીશું

  • Share this:
લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને હજુ શક્યતાઓ ખતમ નથી થઈ. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરશે.

કેજરીવાલે કહ્યું કે, દેશ મોટા ખતરામાં છે. દેશને મોદીજી અને અમિત શાહની 'જોડી'થી બચાવવા માટે અમે જે જરૂર પડશે તે કરીશું. અંત સુધી અમારા પ્રયાસો ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે કે નહીં થાય તેને લઈને સસ્પેન્સ હજુ પણ અકબંધ રહ્યું છે. આ દરમિયાન ફરીથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની વકાલત કરી છે.

આ પણ વાંચો, Analysis: માયાવતીને બ્રાહ્મણો પર આટલો વિશ્વાસ કેમ છે?દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ માટે ખતરારૂપ કહેતા લોકસભા ચૂંટણી માટે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો શનિવારે ફરી રજૂઆત કરી હતી. પાર્ટીએ જોકે આ વખતે ગઠબંધનના ફોમ્યૂલામાંથી પંજાબની માંગ હટાવી લીધી છે.

સિસોદિયાએ કહ્યું હતું કે, મોદી અને શાહની જોડી દેશ માટે ખતરનાક છે. તેને રોકવા માટે AAP તમામ બીજેપી વિરોધી સંગઠનોની સાથે હાથ મેળવવા તૈયાર છે. હજુ પણ સમય છે. જો કોંગ્રેસ ઇચ્છે તો મોદી અને શાહની જોડીને 18 સીટો (હરિયાણા, દિલ્હી અને ચંદીગઢ) પર હરાવી શકાય છે. કોંગ્રેસે નક્કી કરવાનું છે કે હાલ પ્રાથમિકતા મોદી અને શાહની જોડીને હરાવવાની છે કે વધુ સીટો લડવાનો રેકોર્ડ બનાવવાનો. નોંધનીય છે કે, AAP અત્યાર સુધી પંજાબ, હરિયાણા અને દિલ્હીની 33 સીટો પર કોંગ્રેસની સાથે ગઠબંધનની વાત કરી રહ્યું હતું.
First published: April 14, 2019, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading