દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી એકવાર હુમલો થયો છે. આ વખતે તો એક ટોળાએ લાકડી વડે હુમલો કર્યો હોવાનો દાવો આપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ભાજપના ટોળા દ્વારા હુમલો કરાયો હોવાનો દાવો કર્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર પર દિલ્હીના નરેલા વિસ્તારમાં કથિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના એવા સમય બની જ્યારે કેજલીવાલ 26 અનધિકૃત કોલોનીમાં વિકાસ કાર્યોને જોવા માટે દિલ્હીના ભાગોળે આવેલા વિસ્તારમાં ગયા હતા.
અહીં ક્લિક કરી વાંચોઃ ફરી પ્રિયા પ્રકાશે મચાવી ધમાલ, હવે કિસિંગ વીડિયો થયો વાયરલ
આમ આદમી પાર્ટીએ હુમલા પાછળ ભાજપના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા છે. જો કે બીજી બાજુ ભાજપે તમામ આરોપો નકાર્યા હતા. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા વીડિયોમાં એક ટોળું દેખાઇ રહ્યું છે જેના હાથમાં ભાજપના કમળના જંડા દેખાઇ રહ્યાં છે.