આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી ગઢ ગણાતા ગુજરાતમાં પોતાની પાર્ટના પ્રદર્શનને અભૂતપૂર્વ સફળતા ગણાવ્યું હતું.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી ગઢ ગણાતા ગુજરાતમાં પોતાની પાર્ટના પ્રદર્શનને અભૂતપૂર્વ સફળતા ગણાવી અને કહ્યું કે, પાંચ સીટ જીત મેળવવી બળદનું દૂધ કાઢવા જેવું અસંભવ હતું. પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધન કરતા કેજરીવાલે કહ્યું કે , આપને વિશ્વાસ છે કે, તે 2027માં ગુજરાતમાંથી ભાજપને સત્તામાંથી હટાવી દેશે અને તે પોતાની સરકાર બનાવશે. જેમ કે આ વર્ષેની શરુઆતમાં પંજાબમાં કરી બતાવ્યું છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 13 ટકા વોટ સાથે પાંચ સીટ જીત મેળવવામાં સફળતા મેળવી હતી. કેજરીવાલે આ ઉપલબ્ધિ પર પાર્ટી કાર્યકર્તાઓને શુભકામના આપતા કહ્યું કે, હાલમાં ગુજરાતને ધ્યાને રાખીને મને કોઈ વ્યક્તિએ કહ્યું હતું કે, તમે તો બળદમાંથી પણ તો દૂધ કાઢી લાવ્યા. ગાયમાંથી તો બધા દૂધ કાઢે છે, પણ અમે વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટ જીતી અને 13 ટકા વોટ મેળવીને બળદમાંથી દૂધ કાઢી લાવ્યા છીએ.
તેમણે ગુજરાતના લોકોને તેમની પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ બીજા પ્રયાસમાં પંજાબમાં પોતાની સરકાર બનાવી હતી. ચિંતા ન કરો, અમે નિશ્ચિતપણે 2027માં ગુજરાતમાં સરકાર બનાવીશું. આપે 2017માં ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 29 સીટ પર ચૂંટણી લડી હતી. જ્યારે પંજાબની 117 સીટમાંથી 112 સીટ પર ચૂંટણી લડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર