નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વેક્સીન માટે કરેલી તૈયારીઓની જાણકારી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં બધાની નજર વેક્સીન પર છે. દિલ્હી સરકારે દિલ્હીના લોકો માટે વેક્સીનની વ્યવસ્થા કરી લીધી છે. કેન્દ્ર સરકારથી વેક્સીન મળવા, સ્ટોર કરવા અને વેક્સીન લગાવવા માટે સરકાર તૈયાર છે.
કેજરીવાલે કહ્યું કે કોરોના વેક્સીન માટે ત્રણ કેટગરીને સૌથી પહેલા વેક્સીન અપાશે. જેમાં ત્રણ લાખ હેલ્થ કેયર વર્કસ, 6 લાખ ફ્રન્ટ લાઇન વર્કર જેમ કે પોલીસ, સિવિલ ડિફેન્સ અને એવા લોકો જેમની ઉંમર 50 વર્ષથી વધારે છે. કુલ 51 લાખ લોકોને પહેલા ફેઝમાં વેક્સીન આપવામાં આવશે.
આ પણ વાંચો - કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- રાહુલ ગાંધીને કોંગ્રેસી પણ ગંભીરતાથી લેતા નથી
એક કરોડ 2 લાખ વેક્સીનની જરૂર રહેશે
કેજરીવાલે કહ્યું કે એક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવશે. હાલ 74 લાખ ડોઝ સ્ટોર કરવાની ક્ષમતા છે. આગામી 5 દિવસમાં 1 કરોડ 15 લાખથી વધારે વેક્સીન સ્ટોર કરવાની ક્ષમતા દિલ્હી સરકાર પાસે હશે.
કેજરીવાલે કહ્યું કે વેક્સીન લગાવવાને લઈને જેમનું રજિસ્ટ્રેશન હશે તેમને પહેલા વેક્સીન આપવામાં આવશે. આ સિવાય SMSથી જાણ કરવામાં આવશે કે ક્યાં વેક્સીન લગાવવા માટે આવવાનું છે. દેશને વેક્સીનના એપ્રુવલની રાહ છે.
Published by:Ashish Goyal
First published:December 24, 2020, 19:23 pm