દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમને પોતાના જ પીએસઓ તરફથી જાનનો ખતરો છે. પોતાના ચોંકાવનારા નિવેદનમાં કેજરીવાલે કહ્યું કે, તેમની સુરક્ષામાં લાગેલા તમામ પોલીસકર્મી બીજેપીને રિપોર્ટ કરે છે અને તેમને ડર છે કે, આ લોકો બીજેપીના ઈશારા પર તેમને મારી પણ શકે છે.
આમ આદમી પાર્ટી પ્રમુખે પંજાબ કેસરીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મારા પીએસઓ બીજેપીને રિપોર્ટ કરે છે. અગામી સમયમાં આ બીજેપીવાળા ઈન્દીરા ગાંધીની જેમ મારા જ પીએસઓના હાથે મારી હત્યા કરાવી દેશે. મારી લાઈફ બે મિનીટની અંદર ખતમ થઈ શકે છે. આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. 2016માં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની હત્યા કરાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, 31 ઓક્ટોબર 1984માં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીની હત્યા તેમના જ બે બોડીગાર્ડ સતવંત સિંહ અને બેઅંત સિંહે ગોળી મારીને કરી હતી.
હાલમાં જ દિલ્હીના મોતી નગરમાં થયેલા એક રોડ શો દરમ્યાન કેજરીવાલને એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. કેજરીવાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે આરોપી મુખ્યમંત્રીની ગાડીની પાસે પહોંચી ગયો અને તેમના પર હુમલો કરી દીધો. તે વ્યક્તિને તૂરંત ઝડપી પાડવામાં આવ્યો. તે સમયે પણ આમ આદમી પાર્ટીએ બીજેપી પર આ હુમલાના ઠીકરા પોડ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર