Home /News /national-international /

Delhi CM Corona Positive: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઘરે જ થયા ક્વોરન્ટાઈન

Delhi CM Corona Positive: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઘરે જ થયા ક્વોરન્ટાઈન

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

Coronavirus in Delhi: કોરોના પોઝિટિવ આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાને ઘરની અંદર ક્વોરેન્ટાઈન કરી લીધા છે

    Delhi CM Corona Positive: ઓમિક્રોનના  (Omicron in Delhi) વધતા જોખમ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Coronavirus in Delhi) કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) પણ કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યા છે. તેમણે પોતે મંગળવારે સવારે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. તેઓને કોરોનાના હળવા લક્ષણો છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાને ઘરની અંદર ક્વોરેન્ટાઈન કરી લીધા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે.

    ટ્વિટ કરીને આપી માહિતી

    દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું- 'હું કોરોના પોઝિટિવ આવ્યો છુ. મેં મારી જાતને ઘરની અંદર ક્વોરેન્ટાઇન કરી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ કરી દે અને પોતાનો ટેસ્ટ કરાવી લે.



    દિલ્હીમાં કોરોના બેકાબુ

    દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14.58 લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને 6.46 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે સોમવારે 1 દર્દીનું મોત થયું છે. સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં સતત 10મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

    આ પણ વાંચો - PM મોદી આજે મણિપુર અને ત્રિપુરાને આપશે વિકાસની ભેટ, વિવિધ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

    નોંધનીય છે કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોના લીધે બધા રાજ્યોએ ફરીથી પ્રતિબંધો લગાવવાના શરુ કર્યા છે.

    દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો ફરીથી બંધ થઈ ગઈ છે. તેની સાથે બીજા પણ કેટલાક રાજ્યો સ્કૂલો બંધ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. આમ જે રાજ્યોમાં સો ટકા સ્કૂલો ખુલ્લી હતી હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Aarvind kejriwal, Coronavirus in India, COVID-19, દિલ્હી, ભારત

    આગામી સમાચાર