Home /News /national-international /અખતરા ભારે પડ્યા! 8 વર્ષના વિદ્યાર્થીનો પ્રાઈવેટ પાર્ટ નાઈલોન દોરીથી બાંધી દીધો, ન્હાવા ગયો ત્યારે પરિવારને ખબર પડી

અખતરા ભારે પડ્યા! 8 વર્ષના વિદ્યાર્થીનો પ્રાઈવેટ પાર્ટ નાઈલોન દોરીથી બાંધી દીધો, ન્હાવા ગયો ત્યારે પરિવારને ખબર પડી

8 વર્ષના વિદ્યાર્થીનો પ્રાઈવેટ પાર્ટ નાઈલોન દોરીથી બાંધી દીધો

સરકારી શાળામાં 8 વર્ષના બાળક સાથે તેના સાથી વિદ્યાર્થીઓએ દુષ્કર્મ કર્યું છે. આરોપ છે કે કેટલાક વિદ્યાર્થીઓએ બીજા ધોરણના એક વિદ્યાર્થીના પ્રાઈવેટ પાર્ટને નાયલોનની દોરીથી બાંધી દીધો હતો.

    દિલ્હીની એક સરકારી શાળામાં 8 વર્ષના બાળક સાથે તેના સાથી વિદ્યાર્થીઓએ દુષ્કર્મ કર્યું છે. આરોપ છે કે કેટલાક વિદ્યાર્થીઓએ બીજા ધોરણના એક વિદ્યાર્થીના પ્રાઈવેટ પાર્ટને નાયલોનની દોરીથી બાંધી દીધો હતો. આ ઘટના દક્ષિણ દિલ્હીના કિદવાઈ નગરની એક સરકારી શાળાની છે. બાળકના પરિવારજનોને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ તેને 28 ડિસેમ્બરના રોજ ન્હાવા માટે લઈ ગયા. પોલીસના જણાવ્યા અનુસાર બાળકની હાલત હાલ સારી છે.

    પોલીસ બાળકને શાળાએ લઈ ગઈ


    રિપોર્ટના જણાવ્યા મુજબ, ખબર પડતાં જ પરિવારના સભ્યોએ બાળકનું મેડિકલ કરાવ્યું. પોલીસને આ ઘટનાની જાણકારી હોસ્પિટલમાંથી જ મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી અને મામલાની તપાસ કરી. બાળકને થોડો સમય ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને રજા આપવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ ભારે કરી! બાળકને જન્મ આપ્યા બાદ મહિલા નીકળી પુરુષ, DNA રિપોર્ટ જોઈને ચક્કરી ખાઈને હેઠા પડ્યા પિતા

    પોલીસે જણાવ્યું


    "પીડિત વિદ્યાર્થી કિડવાઈ નગરની અટલ આદર્શ શાળાના બીજા ધોરણનો વિદ્યાર્થીની છે. તેના કેટલાક સાથી વિદ્યાર્થીઓએ તેના પ્રાઈવેટ પાર્ટને નાયલોનની દોરી વડે બાંધી દીધો હતો. ડૉક્ટરોએ જણાવ્યું કે બાળકની હાલત સામાન્ય છે."

    દિલ્હી પોલીસે જણાવ્યું કે તે બાળકને શાળાએ લઈ ગઈ હતી. જેથી તે બાળકોને ઓળખી શકાય કે જેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. જોકે પીડિત વિદ્યાર્થી આરોપી વિદ્યાર્થીઓને ઓળખી શક્યો નહોતો. દક્ષિણ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસની ટીમ બાળકને શાળાએ પરત લઈ જશે જેથી કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરી શકાય. આ સમગ્ર મામલે શાળા પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે, તે હજુ સુધી જાણી શકાયું નથી.



    તાજેતરમાં, દિલ્હી સરકારે તાજેતરમાં તમામ શાળાઓને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) ની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે બાળકોને કોઈપણ પ્રકારની શારીરિક સજા ન આપવામાં આવે. આ નોટિસ છેલ્લા કેટલાક દિવસોમાં શાળાઓમાં 'શારીરિક સજા'ની વધી રહેલી ઘટનાઓને લઈને જારી કરવામાં આવી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Child abuse, Government School

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन