મુખ્ય સચિવ સાથે મારપીટ મામલામાં ચાર્જશીટ દાખલ, કેજરીવાલ-સિસોદિયા મુખ્ય આરોપી

દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટ કરવાના કેસમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટ કરવાના કેસમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

 • Share this:
  દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટ કરવાના કેસમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. દિલ્હીના પટીયાલા હાઉસમાં કોર્ટમાં દાખલ આ ચાર્જશીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના 11 ધારાસભ્યોને આરોપી બનાવામાં આવ્યા છે. કોર્ટ હવે 25 ઓગસ્ટે આ મામલા પર સુનાવણી કરશે.

  સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 ફેબ્રુઆરી રાત્રે મુખ્યમંત્રી આવાસ પર મુખ્ય સચિવ સાથે થયેલ કથિત મારપીટ મામલે પોલીસે કેટલાક લોકોના નિવેદન અને પુરાવાઓના આધાર પર ચાર્જશીટ તૈયાર કરી છે.

  જણાવી દઈએ કે, આ ઘટના 19 ફેબ્રુઆરી 2018ની છે. જ્યારે કેજરાવાલના ઘરે રાશન કાર્ડ અને અન્ય મુ્દ્દાઓ પર બેઠક દરમિયાન મુખ્ય સચિવ અંશુ પ્રકાસ સાથે કથિત રૂપથી મારપીટ કરવામાં આવી છે. અંશુ પ્રકાશનો આરોપ છે કે, આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ત્યાં હાજર હતા અને તેઓ તમાશો જોતા રહ્યાં હતા.

  આ ઘટના પછી દિલ્હીના આઈએએસ અધિકારીઓએ કેજરીવાલ સરકાર અને મંત્રીઓથી મળવાનું બંધ કરી દીધું હતું. અધિકારીઓના આ કડક વલણને લઈને સીએમ કેજરીવાલે પોતાના ત્રણ મત્રીઓ સાથે એલજી ઓફસ પર ધરણા કર્યા હતા.
  Published by:Mujahid Tunvar
  First published: