અરવિંદ કેજરીવાલને નથી કોરોના, ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ

અરવિંદ કેજરીવાલને નથી કોરોના, ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ
અરવિંદ કેજરીવાલને નથી કોરોના, ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ

રવિવારે કેજરીવાલની તબિયત બગડી હતી, અને તેમણે ગળામાં દુખાવાની સમસ્યા સાથે હળવા તાવની ફરિયાદ કરી હતી. જેના પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો (Arvind kejriwal) કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ (Covid-19 Test Negative) આવ્યો છે. મંગળવારે તેમનો રિપોર્ટ આવ્યા પછી બધાએ રાહત અનુભવી છે. આ પહેલા રવિવારે કેજરીવાલની તબિયત બગડી હતી, અને તેમણે ગળામાં દુખાવાની સમસ્યા સાથે હળવા તાવની ફરિયાદ કરી હતી. જેના પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીએમ કેજરીવાલ પોતે કૉરેન્ટાઈન થયા હતા.

  સીએમ એરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ મંગળવારે લેવામાં આવ્યુ હતું. સૂત્રો મુજબ સીએમની તબિયત સ્થિર છે. સોમવારે સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત બગડી હતી તેવી વાત સામે આવી હતી. તેમણે તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેના કારણે તેમણે બપોરે યોજાનાર મિટિંગ પણ રદ કરી હતી. તેમણે પોતાના આઈસોલેટ કરી દીધા હતા. ડૉક્ટરે તેમને COVID-19 ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. જાણકારી મુજબ, સીએમ કેજરીવાલને રવિવારથી હળવા તાવની ફરિયાદ છે.  આ પણ વાંચો - કેરળમાં હાથણી પછી હવે કુતરા સાથે સાથે બર્બરતા, મોં પર લગાવી દીધી ટેપ

  મિટિંગથી પોતાને અલગ કરી લીધા હતા
  જણાવી દઈએ કે સીએમ કેજરીવાલ રોજ બપોરે દિલ્હીમાં કોરોના મામલે મીડિયા સાથે વાત કરતા હતા. પરંતુ તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદને લઈને સોમવારે બપોરે થનારી મિટિંગ રદ કરી દીધી હતી. દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે ખુદ મુખ્યમંત્રીની તબિયત ખરાબ થયાના સમાચારથી દિલ્હી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગચો હતો. આ વચ્ચે સીએમ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને સતર્કતા રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીનો આઈસોલેશમાં જવાનો આ બીજો કેસ સામે આવ્યો છે. આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંન્દ્ર સિંહ રાવતના કેબિનેટના એક મંત્રીને કોરોના પોઝિટિવ આવ્યા પછી સીએમ સહિત 3 મંત્રીઓને સેલ્ફ કૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા.

  મનીષ સિસોદિયા સંભાળતા હતા કામ
  જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં ગત 2 દિવસથી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી સરકારનું કામકાજ સંભાળી રહ્યા હતા. મંગળવારે મનીષ સિસોદિયાએ એલજી સાથે મિટિંગ પછી કહ્યું હતું કે દિલ્હીને 31 જુલાઈ સુધીમાં 80,000 બેડની જરુર પડશે. સિસોદિયાએ કહ્યું હતું કે LG સાહેબે દિલ્હી સરકારનો નિર્ણય પુરી સમીક્ષા કર્યા વગર બદલ્યો છે. સિસોદિયાએ કહ્યુ કે, કેજરીવાલ સરકાર પૂરી તૈયારી કરશે કે દિલ્હીની સાથે આખા દેશના લોકોની પણ દિલ્હીમાં સારવાર થાય.
  Published by:Ashish Goyal
  First published:June 09, 2020, 19:31 pm

  ટૉપ ન્યૂઝ