Home /News /national-international /દિલ્હીઃ એરસેલ-મેક્સિસકેસમાં કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ ફાઇલ

દિલ્હીઃ એરસેલ-મેક્સિસકેસમાં કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ ફાઇલ

દિલ્હીઃ EDએ એરસેલ-મેક્સિસ સોદા સાથે સંકળાયેલા મની-લોન્ડરિંગકેસમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ પટિયાલા હાઉસ કોર્ટમાં ફાઈલ કરી છે. આ ચાર્જશીટમાં કાર્તિ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ અંતર્ગત અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે, એની સાથે જ ચાર્જશીટમાં ઘણીવાર  તેનાપિતા પી. ચિદમ્બરમના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો.

ચાર્જશીટ પ્રમાણે, આ મામલે ઇડીએ કુલ રૂ.1.16 કરોડ જપ્ત કર્યા છે, જેમાંથી આશરે રૂ.26 લાખ ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે હતા. કાર્તિનું એક ખાતું પણ સીલ કરી દેવાયું છે, જેમાં રૂ.90 લાખ જમા છે. EDએ આ સિવાયના તેના એક અન્ય ખાતાને સીલ કર્યું છે.

આ અગાઉ મંગળવારે એરસેલ-મેક્સિસ સોદા સાથે જોડાયેલા મની-લોન્ડ્રિંગ કેસ મામલે ED દ્વારા પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની બીજીવાર 6 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. જોકે ચિદમ્બરમે ફરીથી જણાવ્યું હતું કે મેં કોઈ જ ગુનો નથી કર્યો. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમના પુત્ર કાર્તિની પણ ઇડી દ્વારા બેવાર પૂછપરછ કરાઈ હતી.

EDએ એરસેલ-મેક્સિસ સોદા સાથે સંકળાયેલા મની-લોન્ડરિંગકેસમાં પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ  વિરુદ્ધ ચાર્જશીટ  પટિયાલા હાઉસ કોર્ટમાં ફાઈલ કરી છે તેમ જ કુલ રૂ. 1.16 કરોડ જપ્ત કર્યા છે.
First published:

Tags: Karti Chidambaram, Money Laundering Case, ઇડી