દિલ્હીમાં ચેન સ્નેચિંગનો ખતરનાક બનાવ: બે વર્ષની દીકરીને લઈ જઈ રહેલી મહિલા સાથે લૂંટફાટ અને હત્યા

બનાવ સીસીટીવીમાં કેદ.

Delhi: સિમરન કૌર નામની મહિલા પોતાની બે વર્ષની માસૂમ બાળકી સાથે પગપાળા જઈ રહી હતી. આ દરમિયાન તેની બાજુમાં ચાલી રહેલો એક બદમાશે મોકાનો ગેરલાભ ઉઠાવીને સિમરનના ગળામાંથી ચેન તોડવાની પ્રયાસ કરી છે.

 • Share this:
  શંકર આનંદ, નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીના આદર્શ નગર પોલીસ મથક વિસ્તારમાં ચેન સ્નેચિંગ દરમિયાન હત્યાનો કેસ સામે આવ્યો છે. હકીકતમાં આ બનાવ ગત શનિવારના રાત્રિના નવ વાગ્યાનો છે. સિમરન કૌર નામની મહિલા પોતાની બે વર્ષની માસૂમ બાળકી સાથે પગપાળા જઈ રહી હતી. આ દરમિયાન તેની બાજુમાં ચાલી રહેલો એક બદમાશે મોકાનો ગેરલાભ ઉઠાવીને સિમરનના ગળામાંથી ચેન તોડવાની પ્રયાસ કરી છે. મહિલાએ તે બદમાશનો સામનો કર્યો હતો.

  મહિલાના વિરોધ બાદ બદમાશે પોતાની પાસે રહેલા એક ધારદાર ચાકુથી મહિલા પર તાબડતોબ હુમલો કર્યો હતો. જે બાદમાં મહિલા ઘાયલ હાલતમાં પોતાનો જીવ બચાવવા માટે પોતાની બે વર્ષની દીકરીને લઈને ભાગી હતી. ત્યાંથી થોડે દૂર જતાં જ તેણીની આંખ બંધ થઈ ગઈ હતી. કારણ કે બદમાશે ચેન સ્નેચિંગ દરમિયાન મહિલાના ગળા પર જ ચાકુથી હુમલો કરી દીધો હતો. જેના પગલે ખૂબ વધારે પ્રમાણમાં લોહી વહી ગયું હતું. સ્થાનિક લોકોએ મહિલાને ફોર્ટિસ હૉસ્પિટલ શાલીમાર બાગ પહોંચાડી હતી. અહીં સારવાર દરમિયાન તેણીનું મોત થઈ ગયું હતું.

  આ પણ વાંચો: આ છે ભારતના ટૉપ 5 અમીર ભિખારી, જેમની પાસે છે ફ્લેટ સહિત કરોડો રૂપિયાની સંપત્તિ!

  મૃતક મહિલા પંજાબની રહેવાસી

  પોલીસ પાસેથી મળતી જાણકારી પ્રમાણે 25 વર્ષની સિમરન કૌર પંજાબના પટિયાલાની રહેવાસી છે. ત્રણ વર્ષ પહેલા સિમરનનના લગ્ન થયા હતા. દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં સિમરનના માતાપિતા રહે છે. છેલ્લા થોડા દિવસોથી તેણી પોતાની બે વર્ષની માસૂમ પુત્રી સાથે પિયરમાં રહેવા માટે આવી હતી. શનિવારે રાત્રે સિમરન પોતાની માતા અને બે વર્ષની દીકરી સાથે વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરની નજીક આવેલી બજારમાં ગઈ હતી.

  આ પણ વાંચો: અમદાવાદની યુવતીનો હસતા મોઢે આપઘાત! માતાપિતા સાથે અંતિમ વાતચીતનો ધ્રુજાવી દેતો ઓડિયો આવ્યો સામે  આ પણ વાંચો: પતિના હુમલા બાદ અફસાના રોડ પર લોહીથી લથપથ હાલતમાં પડી રહી, લોકો વીડિયો ઉતારતા રહ્યાં

  આ આખો બનાવ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો છે. જેમાં જોઈ શકાય છે કે ચાકુ વાગવા છતાં સિમરને આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા નૉર્થ વેસ્ટ જિલ્લાના ડીસીપી ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી લેવા માટે 10 ટીમની રચના કરવામાં આવી છે. આરોપીનો ચહેરો અને આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: