CCTV Viral Video: દિલ્હીમાં કળયુગી પુત્રએ માતાને એટલી જોરથી લાફો માર્યો કે થયું મૃત્યું

વીડિયોમાંથી લીધેલી તસવીર

પોલીસે માતાને લાફો મારનાર દીકરાની ધરપકડ કરી લીધી છે.

  • Share this:
    દેશની રાજધાની દિલ્હીના (Delhi) એક સીસીટીવી (CCTV) ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં (Social Medi) વાયુવેગે પ્રસરી રહ્યાં છે. જે જોઇને લોકોને વીડિયોમાં દેખાતા પુત્ર સામે રોષ ઉભરાઇ રહ્યો છે. ભાડૂઆતને કારણે માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, પુત્રએ પોતાની માતાને એક લાફો માર્યો હતો અને જે બાદ વૃદ્ધ માતા રસ્તા પર જ પડી ગઇ હતી. જે બાદ તેમનું મોત નીપજ્યું હતું.

    પુત્રની ધરપકડ કરવામાં આવી

    CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, પતિ અને માતા વચ્ચે ઘરની બહાર માથાકૂટ ચાલી રહી છે. તે બેની વચ્ચે પત્ની ઉભી છે. આ દરમિયાન આવેશમાં આવીને દીકરો માતાને જોરથી થપ્પડ મારે છે. આ સાથે જ વૃદ્ધ માતા પડી જાય છે. જે બાદ થોડીવારમાં જ તેમનું મોત થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, પાર્કિંગ વિવાદને લઈને પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો હતો. આ તરફ પોલીસે માતાને લાફો મારનાર દીકરાની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બાદ દીકરાએ માતાના અંતિમસંસ્કાર પણ કરી નાખ્યા હતા.

    બેભાન અવસ્થામાં વૃદ્ધાને હૉસ્પિટલ લઇ જવાયા હતા

    આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ન કોઈ પીસીઆર કોલ થયો કે ન કોઈ મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યો. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી રહી છે. મોડી સાંજે ઈરાદા વગરની હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. સોમવારે બપોરે રણબીર સિંહનો પોતાના ભાડૂઆત સાથે ગાડી પાર્ક કરવાને લઈને વિવાદ થયો હતો. પરિવાર વચ્ચે મધ્યસ્થી બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. એ બાદ માતા અને પત્નીની સાથે રણવીર સિંહ મકાનના મુખ્ય ગેટ પાસે હતો. દરવાજો ખૂલે એ પહેલાં જ રણવીર સિંહ પોતાની માતા અવતાર કૌર (76 વર્ષ)ની સાથે દલીલબાજી કરવા લાગ્યો. પત્નીએ બંનેને શાંત કરવાના પ્રયાસ કર્યા.



    આ વચ્ચે અચાનક જ રણવીર સિંહે પોતાની માતાને એક થપ્પડ મારી દીધી. અચાનક થયેલા હુમલામાં માતા પોતાની જાતને સંભાળી ન શક્યાં અને રસ્તા પર જ પડી ગયાં. બેભાન અવસ્થામાં તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.
    Published by:Kaushal Pancholi
    First published: