Home /News /national-international /Delhi Acid Attack: બ્રેકઅપ બાદ ઓનલાઈન ખરીદ્યું એસિડ, દિલ્હીમાં બોયફ્રેન્ડે રચ્યું ષડયંત્ર, આજે કોર્ટમાં રજૂ કરાશે

Delhi Acid Attack: બ્રેકઅપ બાદ ઓનલાઈન ખરીદ્યું એસિડ, દિલ્હીમાં બોયફ્રેન્ડે રચ્યું ષડયંત્ર, આજે કોર્ટમાં રજૂ કરાશે

દિલ્હી એસિડ અટેક

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે એક સ્કૂલ ગર્લ પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે. આ કિસ્સો દ્વારકા વિસ્તારનો છે જ્યાં એક 17 વર્ષની વિદ્યાર્થિની રસ્તાના કિનારે ઉભી હતી ત્યારે બાઇક પર આવેલા બે છોકરાઓએ એસિડ ફેંક્યું અને ત્યાંથી નાશી છૂટ્યા.

વધુ જુઓ ...
દિલ્હી. દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે એક સ્કૂલ ગર્લ પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે. આ કિસ્સો દ્વારકા વિસ્તારનો છે જ્યાં એક 17 વર્ષની વિદ્યાર્થિની સ્તા પર નારે ઉભી હતી ત્યારે બાઇક પર આવેલા બે છોકરાઓએ એસિડ ફેંક્યું અને ત્યાંથી નાશી છૂટ્યા. છોકરી ચીસો પાડતા પાડતા પોતાના પરિવારના પાસે પહોંચી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જો કે પીડિતાની હાલત અત્યારે સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તેમજ આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરશે. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે સચિન અરોરા આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી છે. આ ઘટનાને અંજામ આપવા માટે સચિને તેના બે મિત્રો હર્ષિત અને વિરેન્દ્ર સિંહનો સહારો લીધો હતો.

આ પણ વાંચોઃ ચાલતી બસમાં ભીષણ આગ લાગતા બળીને ખાખ, મુસાફરોએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ

ત્રણ મહિના પહેલા બ્રેકઅપ થયું હતું


પોલીસે જણાવ્યું કે સચિન પીડિતા સાથે રિલેશનશિપમાં હતો. ત્રણ મહિના પહેલા પીડિતાએ સચિન સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ મુખ્ય આરોપી સચિને આ ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે સચિને ઓનલાઈન પ્લેટફોર્મ (ફિલ્પકાર્ટ) પરથી એસિડ મંગાવ્યું અને હર્ષિત-વીરેન્દ્ર સાથે મળીને પીડિતા પર ફેંક્યું.




આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ - CM કેજરીવાલ




દિલ્હીમાં આ ઘટના પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય રાજનેતાઓનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આવી ઘટનાઓને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. આરોપીને આટલી હિંમત કેવી રીતે આવી? સીએમએ આગળ લખ્યું કે ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. તે જ સમયે, દિલ્હી મહિલા આયોગે પોલીસ અને સરકારના ગૃહ વિભાગને નોટિસ જારી કરીને એસિડના વેચાણ પર પ્રતિબંધ પર લેવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે.
First published:

Tags: Acid Attack incident, Delhi Crime, Victim