BJP મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણી શાહની આગેવાનીમાં લડશે

ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં દિલ્હી ખાતે ઉચ્ચ મીટિંગ સમાપ્તત. આ વર્ષના અંતમાં ભાજપના નવા પ્રમુખની પસંદગી થશે.

News18 Gujarati
Updated: June 13, 2019, 5:41 PM IST
BJP મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણી શાહની આગેવાનીમાં લડશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 13, 2019, 5:41 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે એક ઉચ્ચ મીટિંગ સમાપ્ત થઈ છે. હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આગામી ચૂંટણીઓ અને નવા પ્રમુખ પદ માટે ચર્ચા થઈ છે. આધારભુત સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી શાહની આગેવાનીમાં જ લડશે.

ભાજપના મહાસચિવ, સચિવ, પ્રદેશ પ્રમુખો અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મીટિંગ યોજાઈ હતી જેમાં આગામી ચૂંટણી અંગે ચર્ચાઓ થઈ હતી અને પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણીનું માળખું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  પશ્ચિમ બંગાળમાં તબીબોએ મમતા સામે બાયો ચડાવી; ચારનાં રાજીનામા

ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ ભુપેન્દ્ર યાદવે કહ્યું હતું કે ભાજપનું સભ્યપદ અભિયાન સમાપ્ત થયા બાદ નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે. અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી બન્યા ત્યારબાદ એવી પ્રબળ ચર્ચા હતી કે ભાજપ નવા પ્રમુખની પસંદગી કરશે.

ભાજપની આંતરિક ચૂંટણી આ વર્ષના અંતમાં શરૂ થશે, જેનું સમાપન જાન્યુઆરી 2020 સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી દ્વારા થશે. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રણ વર્ષની બે ટર્મ સુધી પ્રમુખ પદ પર કામ કરી શકે છે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...