ઓમ પ્રકાશ, નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP)નો સ્ટ્રાઇક રેટ ખૂબ શાનદાર છે. નવેમ્બર 2012માં જનઆંદોલનના ગર્ભથી ઉત્પન્ન થયેલી આ પાર્ટીની સફળતાની આસપાસ પણ કોઈ પણ પાર્ટી નથી પહોંચી શકતી. પહેલા કાર્યકાળમાં માત્ર 49 દિવસ જ સરકાર ચાલી. પરંતુ બીજા ચૂંટણીમાં 67 સીટોની સાથે પ્રચંડ બહુમત મળ્યું. અત્યાર સુધીના વલણો મુજબ લાગે છે કે સતત ત્રીજી વાર પણ તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે. કહેવામાં આવી શકે છે કે આ નવી પાર્ટીએ રાજકીય દોડમાં સતત સફળતાનો રેકોર્ડ બનાવ્યો છે. મૂળે, મોટા-મોટા મુદ્દાઓ અને વિચારધારાવાળી પાર્ટીઓના પડકારની વચ્ચે કેજરીવાલે એ રસ્તો પસંદ કર્યો, જેનાથી સામાન્ય લોકોને સીધી અસર થતી હતી. તેઓએ આમ જનતાની વચ્ચે, તેમની ભાષામાં, તેમની સમસ્યાઓને ઉકેલવાનું કામ શરૂ કર્યું.
વરિષ્ઠ પત્રકાર આલોક ભદૌરિયાનું કહેવું છે કે રાજકીય પરસેપ્શન એટલે કે અવધારણની લડાઈ છે અને તેને ઊભું કરવામાં આમ આદમી પાર્ટી જેવી નવી પાર્ટી સફળ રહી છે. ધ્રુવીકરણના એજન્ડાથી દૂર રહીને તેઓએ મોટા વર્ગને સાધી લીધો, જે પાયાની સમસ્યાઓનો ઉકેલ શોધતો હતો.
'ઝાડુ'એ બધાને સાફ કરી દીધા
દિલ્હીના રાજકીય વર્તુળોના દરેક વિપક્ષી પાત્રોને ઝાડુથી કિનારે કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના રાજકારણના ધુરા સંભાળવા માટે જે રણનીતિ આમ આદમી પાર્ટીની પાસે હતી, તેની સમજ ન તો કૉંગ્રેસ પાસે હતી કે ન તો બીજેપી પાસે.
કેજરવાલની સફળતાનો મંત્ર
>> આપના પ્રમુખ કેજરીવાલે રાજનીતિની શરૂઆતમાં જ વીજળીના થાંભલા પર ચડીને લોકોને કપાયેલા કનેક્શન જોડ્યા. તેનાથી તેમને સમજમાં આવી ગયું કે વીજળીને લઈને ફેલાયેલી અવ્યવસ્થાનો કરન્ટ ખૂબ તેજ વે. તેને પોતાની તાકાત બનાવી.
>> પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર જ ફોકસ કર્યું. આ મુદ્દાઓ પર દિલ્હીવાળા સૌથી વધુ પરેશાન રહે છે. ફ્રી સ્વાસ્થ્ય સુવિધાઓથી લોકોનું આકર્ષણ વધ્યું. કહી શકાય કે કેજરીવાલ આ મુદ્દાઓને ઉઠાવતા જનતાના નેતા બની ગયા.
>> એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના મતદાતા એક સમયે કૉંગ્રેસના મતદાતા હતા. આમ આદમી પાર્ટીએ 15થી 20 હજાર પ્રતિ મહિનાની આવક ગ્રુપવાળા લોકોની સમસ્યાને ટાર્ગેટ કરી, જે દિલ્હીમાં પોતાની જિંદગી ચલાવવા માટે રોજ સંઘર્ષ કરે છે.
>> આમ આદમી પાર્ટીએ પોતાના પહેલા બે કાર્યકાળમાં પોતાને પીડિત દર્શાવી. સંઘર્ષ પણ કર્યો પરંતુ 2017 બાદથી તેઓએ પીએમ મોદી સાથે સીધો સંઘર્ષ ટાળી દીધો. સીસીટીવી કેમેરાની ફાઇલ પાસ ન થઈ તો એલજી ઑફિસમાં જ ધરણા પર બેસી ગયા. તેનાથી તેમની છબિ એક સંઘર્ષશીલ નેતાની બની.
>> કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટી અને સપા, બસપા, આરજેડી, જેડીયૂ જેવી ક્ષેત્રીય પાર્ટીઓની સામે તેમની સોશિયલ મીડિયા ટીમ ખૂબ સારી છે, તેથી પોતાની સીધી સરળ વાત જનતા સુધી પહોંચાડવામાં સફળ રહ્યા.
>> જેઓએ ચૂંટણીમાં સમગ્ર દેશ જીતી લીધો હતો, દિલ્હી જીતવા માટે તેમને પણ કોઈ ફૉર્મ્યૂલા કામ ન આવ્યો. તેમની પર કેજરીવાલની વીજળી, પાણીની વાત ભારે પડી ગઈ.
>> કેજરીવાલ હંમેશા કહેતા રહ્યા કે હું ખૂબ નાનો માણસ છું, ક્યારેય કપડાને લઈ દેખાવો નથી કરતો. સામાન્ય લોકોના મુદ્દાઓનો સાથે નહીં છોડું લાઇફ સ્ટાઇલ નહીં બદલું, પેન્ટ શર્ટ પહેલાના જેવા જ રહ્યા.
>> બીજા કાર્યકળમાં જ્યારે 70માંથી 67 સીટો આવી તો કહ્યું કે દિલ્હીની જનતાએ જેટલું મોટું બહુમત આપ્યું છે તેનાથી બિલકુલ અહંકાર ન કરતાં. તેની પર તેઓ કાયમ રહ્યા.
>> કેજરીવાલની રાષ્ટ્રીય મહાત્વાકાંક્ષા હારી ચૂકી હતી. તેઓ મે 2014માં બનારસમાં મોદી સાથે હારી ચૂક્યા હતા. પાર્ટી છોડનારાઓની સંખ્યા સતત વધી રહી હતી. પાર્ટી તૂટવાના આરે આવી ગઈ હતી. પરંતુ કેજરીવાલ અડગ રહ્યા. જેથી 2015ની ચૂંટણીમાં એક નાયક તરીકે જોરદાર વાપસી કરી.
>> કૉંગ્રેસ હોય કે બીજેપીના નેતા સતત તેમની પર ઝેર ભરેલા તીર ચલાવતા રહ્યા હતા, પરંતુ તેઓ તેને નજરઅંદાજ કરતા રહ્યા. જાણતાં કે અજાણતાં બીજેપી ચૂંટણી કેજરીવાલ સેન્ટ્રિક બનાવી દીધી. આ નકારાત્મક પ્રચારથી પણ તેમને ફાયદો મળ્યો.