LIVE NOW

Delhi Election Result 2020 : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો 21,697 વોટથી વિજય

આ નવા પ્રકારની રાજનીતિ છે, તમામ દિલ્હીવાસીઓનો આભાર વ્યક્ત કરું છું : અરવિંદ કેજરીવાલ

gujarati.news18.com | February 11, 2020, 10:58 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 11, 2020
auto-refresh

Highlights

6:52 pm (IST)
Load More
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં  પરિણામની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી છે. જ્યારે બીજેપી ને 8 સીટો મળી છે. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) ના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)જનતાનું અભિવાદન કર્યું હતું. આમ આદમી પાર્ટીની જીત પછી દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં અરવિંદ કેજરીવાલે ‘ભારત માતા કી જય’નો નારો લગાવતા કહ્યું હતું કે દિલ્હીવાસાઓએ ગજબ કરી દીધું. દિલ્હીવાસી આઈ લવ યું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ ફક્ત દિલ્હીની નહીં પણ ભારત માતાની જીત છે. આ નવા પ્રકારની રાજનીતિ છે, બધા દિલ્હીવાસીઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટી પર ત્રીજી વખત વિશ્વાસ કરવા બદલ દિલ્હીવાસીઓનો આભાર.

બીજી તરફ દિલ્હી ભાજપાના અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા. મનોજ તિવારીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે દિલ્હીના બધા મતદાતાનો આભાર. બધા કાર્યકર્તાઓને તેમના કઠીન પરિશ્રમ માટે સાધુવાદ...દિલ્હીની જનતાનો જનાદેશ માથા પર. અરવિંદ કેજરીવાલ જી ને ઘણા-ઘણા અભિનંદન.
corona virus btn
corona virus btn
Loading