ભવ્ય જીત પછી કેજરીવાલે કહ્યું - હનુમાનજીએ કૃપા વરસાવી, દિલ્હીવાસીઓ I Love You

ભવ્ય જીત પછી કેજરીવાલે કહ્યું - હનુમાનજીએ કૃપા વરસાવી, દિલ્હીવાસીઓ I Love You
અરવિંદ કેજરીવાલે કહ્યું - આ ફક્ત દિલ્હીની નહીં પણ ભારત માતાની જીત છે. આ નવા પ્રકારની રાજનીતિ છે, બધા દિલ્હીવાસીઓનો આભાર માનું છું

અરવિંદ કેજરીવાલે કહ્યું - આ ફક્ત દિલ્હીની નહીં પણ ભારત માતાની જીત છે. આ નવા પ્રકારની રાજનીતિ છે, બધા દિલ્હીવાસીઓનો આભાર માનું છું

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) ના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)જનતાનું અભિવાદન કર્યું હતું. આમ આદમી પાર્ટીની જીત પછી દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં અરવિંદ કેજરીવાલે ‘ભારત માતા કી જય’નો નારો લગાવતા કહ્યું હતું કે દિલ્હીવાસાઓએ ગજબ કરી દીધું. દિલ્હીવાસી આઈ લવ યું.

  અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ ફક્ત દિલ્હીની નહીં પણ ભારત માતાની જીત છે. આ નવા પ્રકારની રાજનીતિ છે, બધા દિલ્હીવાસીઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટી પર ત્રીજી વખત વિશ્વાસ કરવા બદલ દિલ્હીવાસીઓનો આભાર.  આ પણ વાંચો - AAPના વૉરરૂમની તસવીર આવી સામે, કેજરીવાલને 'રણભૂમિ'નો હાલ જણાવતાં 'સંજય'

  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આ ભગવાન હનુમાનનો દિવસ છે, જેમણે દિલ્હીના લોકોને આર્શીર્વાદ આપ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી અમને યોગ્ય રસ્તો બતાવે જેથી આગામી પાંચ વર્ષો સુધી લોકોની સેવા કરતા રહીએ. કેજરીવાલે કહ્યું હતું કે પરિણામથી દિલ્હીની જનતાએ દેશને સંદેશો આપ્યો, દિલ્હીના લોકોએ મોટી આશા સાથે અમને આટલી સીટો આપી છે. અમે મળીને 5 વર્ષ સુધી ઘણી મહેનત કરીશું.

  આ પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પાર્ટીની જીતને હિન્દુસ્તાનની જીત ગણાવી હતી. સંજય સિંહે કહ્યું હતું કે દિલ્હીને જનતાએ બતાવી દીધું છે કે તેમનો પુત્ર અરવિંદ કેજરીવાલ આતંકવાદી નથી, કટ્ટર દેશભક્ત છે.
  Published by:Ashish Goyal
  First published:February 11, 2020, 16:43 pm

  ટૉપ ન્યૂઝ