Delhi Election : શાહીન બાગમાં ધરણા પર બેઠેલી મહિલાઓએ વોટિંગ માટે લાઇનો લગાવી

News18 Gujarati
Updated: February 8, 2020, 11:15 AM IST
Delhi Election : શાહીન બાગમાં ધરણા પર બેઠેલી મહિલાઓએ વોટિંગ માટે લાઇનો લગાવી
શાહીન બાગ ખાતે વોટિંગ માટે ઉમટી પડેલી મહિલાઓ.

દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે 2689 જગ્યા પર કુલ 13,757 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આશરે 1 કરોડ અને 47 લાખ વોટર આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  • Share this:
Delhi Assembly Election 2020 : દિલ્હીની 70 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાયું છે. સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. આ વખતે ચૂંટણીમાં મુખ્ય ટક્કર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે છે. સીએમ અરવિંદ કેજરીવાલ પાંચ વર્ષના પોતાના કામને લઈને વોટ માંગી રહ્યા છે, જ્યારે બીજેપી રાષ્ટ્રવાદ, નાગરિકતા કાનૂન અને શાહીનબાગમાં પ્રદર્શનનો મુદ્દો ઉઠાવીની વોટ માંગી રહી છે. હવે જોવાનું રહ્યું કે દિલ્હીના લોકો આ વખતે પસંદગીનો કળશ કોના પર ઢોળે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11મી ફેબ્રુઆરીના રોજ એટલે કે મંગળવારે આવશે. 22મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આથી નિયમ પ્રમાણે આ પહેલા ચૂંટણી સંપન્ન કરીને વિધાનસભાની રચના કરવાની રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજપુર રોડ ખાતે મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના પરિવારના લોકોએ પણ વોટિંગ કર્યું હતું. નોંધનીય છે કે દિલ્હીના શાહીન બાગ ખાતે સીએએના વિરોધમાં મહિલાઓ ધરણા પર બેઠી છે. સવારે વોટિંગ શરૂ થયા બાદ શાહીન બાગ ખાતે ધરણા પર બેઠેલી મહિલાઓએ વોટિંગ માટે લાઇનો લગાવી હતી.

દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે 2689 જગ્યા પર કુલ 13,757 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આશરે 1 કરોડ અને 47 લાખ વોટર આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી વ્યવસ્થામાં 90 હજાર સરકારી કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે. પોલિંગ બૂથ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દિલ્હી વિધાનસભા 2015નું પરિણામ :

ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠક જીતી હતી. જ્યારે બીજેપીના ફાળે ત્રણ બેઠક રહી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર 54.40 ટકા રહ્યો હતો. જ્યારે બીજેપીનો વોટ શેર 32.10 ટકા હતો. વિધાનસભાની ચૂંટણી બાદ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ દિલ્હીની તમામ 7 બેઠક જીતી લીધી હતી.
First published: February 8, 2020, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading