દિલ્હી ચૂંટણી : ભાજપના નેતાના ટ્વિટર પર 6.5 લાખ ફોલોઅર્સ પણ 38 હજાર વૉટ પણ ન મળ્યાં

News18 Gujarati
Updated: February 12, 2020, 5:58 PM IST
દિલ્હી ચૂંટણી : ભાજપના નેતાના ટ્વિટર પર 6.5 લાખ ફોલોઅર્સ પણ 38 હજાર વૉટ પણ ન મળ્યાં
ન્યૂઝ18 ક્રિએટિવિટી

વકીલ પ્રશાંત ભૂષણ સાથે મારપીટ બાદ ચર્ચામાં આવેલા તજિન્દરપાલ બગ્ગા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જ્યારે ટિકિટ વહેંચવામાં આવતી હતી ત્યારે એક નામને લઈને ખૂબ હોહલ્લા થયો હતો. આ નામ બીજેપીના ઉમેદવાર તજિન્દર પાલ સિંહ બગ્ગા (Tajinder Pal Singh Bagga) હતું. બીજેપીએ બગ્ગાને હરિનગર સીટ પરથી ટિકિટ આપી હતી. આ બેઠકને બીજેપીનો ગઢ માનવામાં આવતી હતી. 1993માં થયેલી ચૂંટણીમાં બીજેપીએ આ બેઠક જીતી હતી. ત્યાર બાદ 1998 સુધી આ બેઠક બીજેપી પાસે જ રહી હતી. અહીંથી બીજેપીની ટિકિટ પર હરશરણ સિંહ બલ્લી સતત ચાર વખત ધારાસભ્ય બન્યા હતાં. પરંતુ 2013માં આમ આદમી પાર્ટીના જગદીપ સિંહે આ બેઠક જીતી હતી. તેઓ ફરીથી 2015માં પણ આ બેઠક પરથી ચૂંટાયા હતા. આ વખતની ચૂંટણીમાં આ બેઠક પરથી આપ પાર્ટીએ રાજકુમારી ઢિલ્લોનને અહીંથી ઉમેદવાર બનાવ્યા હતા. તેમણે બગ્ગાને હાર આપી છે. તજિન્દર પાલ બગ્ગાને ચૂંટણીમાં 37956 વોટ મળ્યા છે, જ્યારે આપની ઉમેદવાર રાજકુમારી ઢિલ્લોનને 58087 વોટ મળ્યા છે. નોંધનીય છે કે તજિન્દર બગ્ગાના ટ્વિટર પર 6.4 લાખ ફોલોઅર્સ છે. બગ્ગા શા માટે આવ્યા તેની વિગતે વાત કરીએ.

1. સોશિયલ મીડિયાની સ્ટાર છબિ

તજિન્દર પાલ સિંહ બગ્ગા પ્રથમ વખત 2011માં નેશનલ મીડિયામાં ચમક્યા હતા. આ વખતે તેમણે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ પર હુમલો કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, "તે મારા દેશને તોડવા માંગે છે. મેં તેનું માથું ફોડવાનો પ્રયાસ કર્યો." સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર પર બગ્ગા ખૂબ જ સક્રિય છે. આ જ કારણે બીજેપીએ તેમને ટિકિટ આપી હતી. પરંતુ એવું માનવામાં આવે છે કે સોશિયલ મીડિયા સિવાય તેઓ લોકોનું સમર્થન જીતી શક્યા ન હતા.2. ગંભીર ઉમેદવાર નહીં

બગ્ગાની ઉમેદવારી અંગે સોશિયલ મીડિયા પર ખૂબ તીખી પ્રતિક્રિયા પણ સામે આવી હતી. બગ્ગાની છબિ સોશિયલ મીડિયા પર ખૂબ ગંભીર નથી. એટલે એવા સવાલ ઉભા થયા છે કે તેઓ કેટલા ગંભીર નેતા સાબિત થશે? 

3. ઉમેદવારીમાં મોડું

સામાન્ય રીતે ઉમેદવારને પોતાના મતક્ષેત્રમાં પ્રચાર માટે જેટલો વધારે સમય મળે એટલે ફાયદો મળે છે. બીજેપી તરફથી બગ્ગાના નામની જાહેરાત મોડેથી કરવામાં આવી હતી. આથી આ વાતનું તેને નુકસાન ગયું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાં બીજેપીના અમુક પીઢ નેતાઓ પણ સક્રિય હતા. એટલે કે ટિકિટને લઈને ખેંચતાણ પણ જોવા મળી હતી.4. આપ મજબૂત પાર્ટી

અન્ના આંદોલન બાદથી જ રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કેડર મજબૂત થઈ છે. પહેલા લોકો આંદોલન સાથે જોડાયા હતા, બાદમાં પાર્ટી સાથે જોડાયા હતા. આમ આદમી પાર્ટી તરફથી સોશિયલ મીડિયાનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

5. આપની મજબૂત ઉમેદવાર

હરિનગર વિધાનસભા ક્ષેત્રમાં આશરે 40 ટકા શીખ વસ્તી છે. આપની ઉમેદવાર રાજકુમારી ઢિલ્લોન પહેલા કૉંગ્રેસમાં હતા. 57 વર્ષીય રાજકુમારી એક સામાજિક કાર્યકર છે. રાજકુમારીની ગણતરી ધનાઢ્યા ઉમેદવારોમાં કરવામાં આવે છે. ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં તેમણે પોતાની સંપત્તિ 51 કરોડ બતાવી હતી. તેમણે બગ્ગા સામે ચૂંટણી અભિયાન છેડતા વધારે પૈસા ખર્ચ કર્યા હતા. ઢિલ્લોન લોકોની વચ્ચે ખૂબ પ્રસિદ્ધ છે.
First published: February 12, 2020, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading