Delhi Election Result: કોંગ્રેસના 70 ઉમેદવારમાંથી 67ની ડિપોઝિટ પણ જપ્ત

Delhi Election Result: કોંગ્રેસના 70 ઉમેદવારમાંથી 67ની ડિપોઝિટ પણ જપ્ત
કોંગ્રેસના 70 ઉમેદવારમાંથી 67ની તો ડિપોઝીટ પણ જપ્ત

તમને જણાવી દઈએ કે, 2015માં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમ્યાન પણ કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ શૂન્ટ પર સમેટાઈ ગઈ હતી

 • Share this:
  દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગમતરીમાં એકવાર ફરી કોંગ્રેસના સૂપડા તો સાફ થઈ ગયા છે. પરંતુ 67 ઉમેદવારની તો ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ છે. મળતી જાણકારી અનુસાર, દિલ્હીની 70 સીટોમાંથી 67 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. પાર્ટીના માત્ર 3 ઉમેદવાર જ પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે, જેમાં બાદલીથી દેવેન્દ્ર યાદવ, કસ્તૂરબા નગરથી કોંગ્રેસ ઉમેદવાર અભિષેક દત્ત અને ગાંધીનગરથી અરવિન્દર સિંહ લવલી સામેલ છે.

  તમને જણાવી દઈએ કે, 2015માં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમ્યાન પણ કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ શૂન્ટ પર સમેટાઈ ગઈ હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ 67 સીટો પર જીત મેળવી હતી, જ્યારે બીજેપીના ખાતામાં માત્ર ત્રણ સીટો આવી હતી.  પાર્ટીની હાર પર શર્મિષ્ઠા મુખરજીએ પ્રશ્ન ઉભા કર્યા
  આ બધા વચ્ચે પાર્ટીની અંદરનો કકળાટ પણ સામે આવવા લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની દીકરી શર્મિષ્ઠા મુખરજીએ એક ટ્વીટ જાહેર કરી દિલ્હીમાં પાર્ટીની હાર પર મોટા પ્રશ્ન ઉભા કર્યા છે. શર્મિષ્ઠાએ તેના માટે પાર્ટી કમાનને પણ જવાબદાર ગણાવી છે. આ સાથે રાજ્ય સ્તર પર એકતાની અછતને પણ હારનું કારણ ગણાવ્યું છે.  'આત્મનિરિક્ષણ બહુ થઈ ગયું હવે એક્શનનો સમય છે'
  વરિષ્ઠ કોંગ્રેસ લીડર શર્મિષ્ઠા મુખરજીએ ટ્વીટ કરતા કહ્યું છે કે, 'અમે દિલ્હીમાં ેકવાર ફરી નિરાશ થયા છીએ. આત્મનિરિક્ષણ બહુ થયું હવે એક્શનનો સમય છે. ટોપ લેવલ પર નિર્ણય લેવામાં મોડુ અને રણનીતિની અછત અને રાજ્ય સ્તર પર એકતાની અછત, નિરુત્સાહી કાર્યકર્તાઓ સાથે જ જમીની સ્તર પર કનેક્ટિવીટી ન હોવી વગેરે ફેક્ટર રહ્યા જે હારનું કારણ બન્યા છે. સિસ્ટમનો ભાગ હોવા પર હું પણ મારા ભાગની જવાબદારી લઉ છુ.'

  શર્મિષ્ઠા મુખરજીએ એક અન્ય ટ્વીટમાં કહ્યું કે, ભાજપા વિભાજનકારી રાજનીતિ કરે છે, કેજરીવાલ સ્માર્ટ રાજનીતિ રમી રહ્યું છે અને અમે શું કરી રહ્યા છીએ? શું આપણે ઈમાનદારીથી કહી શકીએ છીએ કે, આપણ આપણું કામ સારી રીતે કર્યું છે? આપણે કોંગ્રેસ પર કબજો કરવામાં વ્યસ્ત છીએ, જ્યારે અન્ય દળ ભારત પર કબજો કરી રહ્યા છે. જો આપણે હજુ સરવાઈન કરવું છે તો આપણે આપણી સુરક્ષીત જગ્યાઓથી નીકળી કામ કરવું પડશે.
  Published by:kiran mehta
  First published:February 11, 2020, 18:23 pm

  ટૉપ ન્યૂઝ