દિલ્હીમાં દોષ દેનારી નહીં, દીશા આપનારી સરકાર જોઈએ : પીએમ મોદી

News18 Gujarati
Updated: February 4, 2020, 5:24 PM IST
દિલ્હીમાં દોષ દેનારી નહીં, દીશા આપનારી સરકાર જોઈએ : પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ દિલ્હીના દ્વારકામાં જનસભાને સંબોધન કરતા કહ્યુ કે દિલ્હીની આ ચૂંટણી આ દશકાની પ્રથમ ચૂંટણી છે. દિલ્હી અને દેશમાં આપણે એક સાથે ઉભા રહેવું જોઈએ. દિલ્હીમાં દોષ આપનારી નહીં પરંતુ દીશા આપનારી સરકાર જોઈએ.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના દંગલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જોરશોરથી બીજેપીનો પ્રચાર કરી રહી છે. મંગળવારે સતત બીજા દિવસે પીએમ મોદીએ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. અહીં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સંબોધન કર્યું હતું. તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યુ કે, વર્તમાન આપ સરકારે લોકોને આપેલા વચન પૂર્ણ નથી કર્યાં. તેમણે જનતા સાથે દગો કર્યો છે. જે.પી. નડ્ડાએ કહ્યુ કે કેજરીવાલ સરકારે દિલ્હીમાં એક પણ નવી સ્કૂલ નથી ખોલી.

જે બાદમાં મંચ પર પીએમ મોદી પહોંચ્યા હતા અને લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યુ કે દિલ્હીની આ ચૂંટણી દશકાની પ્રથમ ચૂંટણી છે. આ દશકો, ભારતનો દશકો બની રહેશે. ભારતની પ્રગતિ આજે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. દિલ્હી અને દેશના હિતમાં આપણે એક સાથે ઉભા રહેવું જોઈએ. દિલ્હીમાં દોષ નહીં પરંતુ દીશા આપનારી સરકાર જોઈએ. વધુમાં પીએમ મોદીએ જણાવ્યુ કે દિલ્હીમાં રોડા નાખતી અને નફરત ફેલાવતી રાજનીતિ નથી જોઈતી. પીએમ મોદીએ હાજર જનતાને સવાલ કરતા કહ્યુ કે, તમે વિચારો જે ગરીબોનું હીત ઇચ્છતો હશે, જેના દિલમાં ગરીબો માટે દર્દ હશે, શું તે ગરીબોને સરકારી યોજનાઓથી વંચિત રાખશે?

પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે દિલ્હીમાં ગૂંચવડો ઉભી કરતી નહીં પરંતુ ગૂંચવાડાને સરખો કરે તેવી રાજનીતિ જોઈએ છે. તેમણે કહ્યુ કે દિલ્હીને વિકાસની યોજનાઓ રોકવાવાળી નહીં પરંતુ સબકા સાથ સબકા વિકાસ પર વિશ્વાસ કરે તેવી સરકાર જોઈએ છે. મંચ પરથી પીએમ મોદીએ જનતાને અપીલ કરતા કહ્યુ કે દિલ્હી અને દેશના હિતમાં આપણે એક થઈને એક સ્વરમાં પૂરી તાકાતથી ઉભા રહેવું પડશે.


પીએમ મોદીએ કહ્યુ કે આજે એક બાજુ આના નિર્ણયો લેતો પક્ષ છે, જ્યારે બીજી તરફ આ ફેંસલાની વિરુદ્ધ ઉભેલો વિપક્ષ છે. વોટિંગથી ચાર દિવસ પહેલા ભાજપાના પક્ષમાં આવા માહોલથી અનેક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પૂર્વ દિલ્હી અને આજે દ્વારકામાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે 11 ફેબ્રુઆરીના રોજ શું પરીણામ આવવાનું છે.
First published: February 4, 2020, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading