બટન એટલું જોરથી દબાવજો કે વોટ કમળને પડે, કરંટ શાહીન બાગમાં લાગે : અમિત શાહ

News18 Gujarati
Updated: January 27, 2020, 9:05 PM IST
બટન એટલું જોરથી દબાવજો કે વોટ કમળને પડે, કરંટ શાહીન બાગમાં લાગે : અમિત શાહ
બટન એટલું જોરથી દબાવજો કે વોટ કમળને પડે, કરંટ શાહીન બાગમાં લાગે : અમિત શાહ

અમિત શાહે કહ્યું હતું કે કેજરીવાલે જવાબ આપવો પડશે કે તે શાહીન બાગ સાથે ઉભા છે કે નહીં?

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election 2020) પ્રચાર માટે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)સોમવારે દિલ્હીના રિઠાલામાં સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે દિલ્હીને સુરક્ષિત કરવા માટે બીજેપીને વોટ આપજો. અમિત શાહે જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે તમારો વોટ દિલ્હી અને દેશ બંને માટે મહત્વનો છે. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઘેરતા કહ્યું હતું કે કેજરીવાલ સરકારને જુઠમાં નંબર વનનો અવોર્ડ મળશે.

અમિત શાહે કહ્યું હતું કહ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આખી દિલ્હીમાં ભ્રમ ફેલાવીને રમખાણો કરાવ્યા છે. તમે લોકોએ શરજીલનો વીડિયો જોયો છે ને? તેના ઉપર દેશદ્રોહનો કેસ દાખલ થયો છે. અમિત શાહે કહ્યું હતું કે કેજરીવાલે જવાબ આપવો પડશે કે તે શાહીન બાગ સાથે ઉભા છે કે નહીં? કમળનું બટન એટલું જોરથી દબાવજો કે વોટ કમળને પડે અને કરંટ શાહીન બાગમાં લાગે.

આ પણ વાંચો - ગુજરાતી યુવતીની આપવીતી : વુહાનમાં 1500 રૂપિયામાં મળે છે પાણીની બોટલ, ખાવાનું પણ ખુટી ગયું

છેલ્લા પાંચ વર્ષમાં કેજરીવાલે એકપણ ચૂંટણી જીતી નથી
હાલમાં જ દિલ્હીના મટિયાલા ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે સીએમ કેજરીવાલને ધેરતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં કેજરીવાલ એકપણ ચૂંટણી જીત્યા નથી. પહેલા વારાણસી હાર્યા, હરિયાણામાં હાર્યા, પંજાબમાં હાર્યા, એમસીડી ચૂંટણીમાં હાર્યા પછી લોકસભા ચૂંટણીમાં પણ બધી સીટો હારી ગયા છે. એક ચૂંટણી જીત્યા પછી બધી ચૂંટણીમાં દિલ્હીની જનતાએ તેમને હરાવ્યા છે.

આપ અને કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું હતું કે બે વર્ષ પહેલા જવાહર લાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં ભારત વિરોધી નારા લાગ્યા હતા. મોદી જી એ તેને જેલમાં નાખ્યા તો કેજરીવાલ અને રાહુલ એન્ડ કંપની ત્યાં પહોંચી ગયા હતા અને કહેવા લાગ્યા તેમને બોલવાની આઝાદી છે.
First published: January 27, 2020, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading