દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની જાહેરાત કરી, કેજરીવાલ નવી દિલ્હીથી લડશે

News18 Gujarati
Updated: January 14, 2020, 7:50 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની જાહેરાત કરી, કેજરીવાલ નવી દિલ્હીથી લડશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે

  • Share this:
નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election 2020) માટે પોતાના 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત નવી દિલ્હીની સીટ પરથી જ ચૂંટણી લડશે. ડિપ્ટી સીએમ મનિષ સિસોદિયા પડપટગંજથી વિધાનસભાની ચૂંટણી લડશે.

અન્ય નામો પર નજર કરીએ તો મંત્રી ગોપાલ રાય બાબરપુરથી, ,સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી, ઇમરાન હુસૈન બલ્લીમરાનથી, આતિશી કાલકાજીથી, રાઘવેન્દ્ર ચઢ્ઢા રાજેન્દ્ર નગરથી, દિલીપ પાંડે તિમારપુરથી, રાજેન્દ્ર પાલ ગૌતમ સીમાપુરીથી, રામનિવાસ ગોયલ શાહદરાથી ચૂંટણી લડશે. આ વખતની ચૂંટણીમાં આપના 15 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જોકે કોઈ મંત્રીની ટિકિટ કાપવામાં આવી નથી.

આ પણ વાંચો - અધીર રંજને દવિંદરને લઈને ઉઠાવ્યા સવાલ, પાત્રાએ કહ્યું - કોંગ્રેસ કહેશે હાફિઝ I Love You

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 2689 સ્થાનો પર કુલ 13,750 મતદાતા કેન્દ્ર રહેશે. 3750 પોલિંગ બુથ પર લગભગ 1.46 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.દિલ્હી વિધાનસભા માટે 14 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. ઉમેદવારી પત્રની તપાસ 22 જાન્યુઆરીએ થશે અને 24 જાન્યુઆરી સુધી નામ પાછા ખેચી શકાશે.
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading