મનોજ તિવારીનો વળતો પ્રહાર, કહ્યું - હવે દિલ્હીની જનતા બતાવશે, કેજરીવાલ કેટલું ખોટુ બોલ્યા

News18 Gujarati
Updated: January 6, 2020, 7:20 PM IST
મનોજ તિવારીનો વળતો પ્રહાર, કહ્યું - હવે દિલ્હીની જનતા બતાવશે, કેજરીવાલ કેટલું ખોટુ બોલ્યા
મનોજ તિવારીએ કહ્યું - બીજેપી પીએમ મોદીના ચહેરા ઉપર અને મનોજ તિવારીના અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી લડી રહી છે

મનોજ તિવારીએ કહ્યું - બીજેપી પીએમ મોદીના ચહેરા ઉપર અને મનોજ તિવારીના અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી લડી રહી છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી (Manoj Tiwari)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) પ્રેસ કોન્ફરન્સ પછી મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે હવે દિલ્હીની જનતા બતાવશે કે તે કેટલા ખોટુ બોલ્યા છે. અત્યાર સુધી ગલીઓમાં ગેલન લઈને વોટર ટેન્કરની રાહ જોતા હતા, ગંદા પાણીથી આખું ઘર ખરાબ થઈ જતું હતું. બસો માટે લોકોને તડપાવવામાં આવ્યા છે. બધા લોકો 8 તારીખની રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections)ની જાહેરાત પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસે કામના આધારે વોટ માંગ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે જો અમે કામ કર્યું છે તો સામાન્ય લોકો વોટ આપે, કામ ના કર્યું હોય તો વોટ ના આપતા.

બીજેપી જે કહે છે તે કરે છે

મનોજ તિવારીએ કહ્યું હતું કે કેજરીવાલ જી એવી લાઇન ના બોલો કે લોકો તમને રસ્તા ઉપર લાવી દે. બીજેપી જે કહે છે તે કરે છે. દિલ્હી બીજેપી અધ્યક્ષે સીએમ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કેજરીવાલ, મનીષ સિસોદીયા જી એ કેન્દ્ર સરકારની દિલ્હીમાં ઘર-ઘરની યોજના રોકી રાખી છે. કેજરીવાલ અને સિસોદીયા ચહેરા નથી, દાગ વાળા ચહેરા છે.

આ પણ વાંચો - જો મેં કામ કર્યું છે તો મને વોટ આપો, નહીતર વોટ ના આપતા : કેજરીવાલ

દિલ્હીમાં કોના ચહેરા પર ચૂંટણી લડવામાં આવશે? તે સવાલ પર મનોજ તિવારીએ કહ્યું હતું કે બીજેપી પીએમ મોદીના ચહેરા ઉપર અને મનોજ તિવારીના અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી લડી રહી છે. જ્યારે ચૂંટણી પરિણામ આવી જશે તો અમે સુંદર મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરીશું. પરિણામ આવ્યા પછી અમે ધારાસભ્યો પર છોડી દઇશું અને તે જ પોતાનો મુખ્યમંત્રી પસંદ કરશે.મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે કેજરીવાલની પાર્ટી થોડી છે કે અવાજ ઉઠાવનારને લાત મારી દઇશું. કેજરીવાલે જેટલાને પણ લાત મારી છે બધી લાત ભેગી થશે અને 8 તારીખે તેમને બતાવશે.
First published: January 6, 2020
વધુ વાંચો
अगली ख़बर