ગૃહ મંત્રી અમિત શાહનો દાવો : 45થી વધુ સીટો જીતી દિલ્હીમાં BJP સરકાર બનાવશે

ગૃહ મંત્રી અમિત શાહનું કહેવું છે કે 11 ફેબ્રુઆરીએ બીજેપી જ દિલ્હીમાં સરકાર બનાવશે. (ફાઇલ તસવીર)

ખોટા દાવા, તૃષ્ટિકરણ અને અરાજકતાથી ત્રસ્ત દિલ્હીને હવે માત્ર વિકાસ જોઈએ છે : અમિત શાહ

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Election 2020) માટે ગુરુવાર સાંજે પ્રચાર અભિયાન થંભી જતાં પહેલા ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ કેન્દ્રશાસિત પ્રદેશમાં બીજેપી ની સરકાર બનાવવાનો દાવો કર્યો.

  અમિત શાહે ટ્વિટ કર્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીની જનતાથી સંવાદ કરવાની તક મળી. ખોટા દાવા, તૃષ્ટિકરણ અને અરાજકતાથી ત્રસ્ત દિલ્હીને હવે માત્ર વિકાસ જોઈએ. તેઓએ કહ્યું કે લોકોના સમર્થનથી સ્પષ્ટ છે કે 11 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 45થી વધુ સીટ જીતીને બીજેપી જ સરકાર બનાવવા જઈ રહી છે.  વડાપ્રધાન મોદીની રેલીઓ બાદ દિલ્હીના સમીકરણો બદલાયાં

  બીજેપી (BJP)ના તાજેતરના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ની રેલીઓ પછી ચૂંટણીનો માહોલ સંપૂર્ણ બદલાઈ ગયો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની રેલીઓ પછી દિલ્હીમાં બીજેપીની જીત પાકી માનવામાં આવી રહી છે. બીજેપી તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇસ્ટ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પછી દિલ્હીની તમામ વિધાનસભા બેઠકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં માલુમ પડ્યું છે કે શાહીન બાગ, સર્જિકલ સ્ટ્રાઇક, બાટલા હાઉસ જેવા મુદ્દા જે રીતે ચૂંટણી સભાઓમાં ઉઠાવવામાં આવ્યા હતા, તેનાથી મતદાતાઓ પર ખૂબ અસર પડી છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીની ચૂંટણી બીજેપીના ખાતામાં જતી દેખાઈ રહી છે.

  બીજેપીના સર્વેમાં કૉંગ્રેસને મળી રહી છે 8થી 9 સીટો

  સર્વે પ્રમાણે બીજેપીને 27 બેઠક તેમજ આપને 26 બેઠક મળતી જોવા મળી છે. કૉંગ્રેસની વાત કરવામાં આવે તો તેને આઠથી નવ બેઠક મળી શકે છે. બાકીની બેઠકો પર બીજેપી અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ બેઠકો પર પરિણામો આવ્યા પછી જ કંઈક કહી શકાશે. પાર્ટી નેતાઓના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ મંગળવારે સાંજે જે રીતે પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં ચૂંટણી રેલીને સંબોધી હતી, તેનાથી દિલ્હીના મતદાતાઓમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. ખાસ કરીને પશ્ચિમ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં બીજેપીની સ્થિતિ સુધરવાની આશા છે.

  એક ડઝન બેઠકોએ બીજેપીની ચિંતા વધારી

  સર્વેમાં બીજેપી માટે એક ડઝનથી વધારે બેઠક ચિંતાનું કારણ બની છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એક ડઝન બેઠક પર બીજેપી ત્રીજા નંબર પર છે. જેમાં મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તાર ઉપરાંત અમુક અનામત બેઠક પણ સામેલ છે, આ બેઠકોમાં બીજેપી પગપેસારો નથી કરી શકી. આ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. પીએમની રેલી બાદ આ વિસ્તારમાં કરાવવામાં આવેલા સર્વેમાં બીજેપીને કંઈ વિશેષ ફાયદો જોવા મળ્યો નથી.

  આ પણ વાંચો, PM મોદીએ રાહુલને આપ્યો વળતો જવાબ : 'ડંડા ખાવા માટે વધુ સૂર્ય નમસ્કાર કરીશ'
  Published by:Mrunal Bhojak
  First published: