Delhi Assembly Elections 2020 : AAP સરકાર રજૂ કરશે 'કેજરીવાલ ગેરંટી કાર્ડ,' 35 લાખ ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય

News18 Gujarati
Updated: January 19, 2020, 9:37 AM IST
Delhi Assembly Elections 2020 : AAP સરકાર રજૂ કરશે 'કેજરીવાલ ગેરંટી કાર્ડ,' 35 લાખ ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

Delhi Elections 2020 : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની ઑફિસમાં 'કેજરીવાલ ગેરંટી કાર્ડ' (Kejriwal Guarantee Card) લૉંચ કરશે. જે અંતર્ગત ડોર-ટૂ-ડોર ઝૂંબેશ ચલાવીને મતદાતાઓને સરકારના કામો અંગે માહિતી આપવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી અંગે પ્રચાર ચરમ પર છે. દિલ્હીમાં ત્રણેય મુખ્ય પાર્ટી, આમ આદમી પાર્ટી (AAP), બીજેપી (BJP) અને કૉંગ્રેસ (Congress) મતદાતાઓને રિઝવવા માટે સતત ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે 'કેજરીવાલ ગેરંટી કાર્ડ' લૉંચ કરશે. પાર્ટીના કાર્યાલય ખાતે લૉંચ કરવામાં આવનાર આ કાર્ડમાં કેજરીવાલ સરકારના પાંચ વર્ષનો હિસાબ-કિતાબ હશે. પ્રાપ્ત વિગત પ્રમાણે શક્યતા છે કે કેજરીવાલ સરકાર 26મી જાન્યુઆરી પછી પોતાનો સંપૂર્ણ ઘોષણાપત્ર રજૂ કરશે.

35 લાખ ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય

AAP 'કેજરીવાલ ગેરંટી કાર્ડ' સાથે ડોર ટૂ ડોર કેમ્પેન કરશે અને લોકોને દિલ્હી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોની વિગતો આપશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ કેમ્પેન દ્વારા 35 લાખ ઘરો સુધી પહોંચવાનો અંદાજ રાખ્યો છે. જ્યારે સત્તાધારી પાર્ટીનું પૂર્ણ ઘોષણાપત્ર 26મી જાન્યુઆરી પછી આવવાની શક્યતા રહેલી છે.

કેજરીવાલ આઠ ટાઉનહૉલ મિટિંગ કરશે

આમ આદમી પાર્ટીએ 'કેજરીવાલ ગેરંટી કાર્ડ'ની સાથે રાજધાની દિલ્હીના મતદાતાઓ સુધી પહોંચવાનો પ્લાન બનાવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ કેમ્પેન બીજી ફ્રેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત સીએમ અરવિંદ કેજરીવાલ આઠ ટાઉનહૉલ કરશે. જેનો ઉદેશ્ય મતદાતાઓને પાંચ વર્ષ દરમિયાન સરકારે કરેલા કામોની માહિતી આપવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP આના માધ્યમથી સરકારી સ્કૂલોની સ્થિતિમાં સુધારો, મહોલ્લા દવાખાનાં, વીજળી અને પાણીમાં છૂટ જેવી વાતો સામાન્ય લોકોને જણાવશે.

બીજેપી અને કૉંગ્રેસ પર કામે લાગી 

બીજી તરફ, વિપક્ષ બીજેપી અને કૉંગ્રેસ પણ ચૂંટણી પ્રચારમાં લાગી છે. બંને પાર્ટીઓએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. બીજેપી ચૂંટણી પ્રચાર અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી પર સતત હુમલા કરી રહી છે. જ્યારે કૉંગ્રેસના નિશાના પર પણ AAP સરકાર જ છે. (રિપોર્ટ : જાવેદ મન્સૂરી)
First published: January 19, 2020
વધુ વાંચો
अगली ख़बर