AAPના નિશાને હતા મનોજ તિવારી, સોશિયલ મીડિયા રણનીતિ ઘડવા આ વ્યક્તિએ તેમની તમામ ફિલ્મો જોઈ નાખી

News18 Gujarati
Updated: February 17, 2020, 10:11 AM IST
AAPના નિશાને હતા મનોજ તિવારી, સોશિયલ મીડિયા રણનીતિ ઘડવા આ વ્યક્તિએ તેમની તમામ ફિલ્મો જોઈ નાખી
મનોજ તિવારી (ફાઇલ તસવીર)

  • Share this:
રોનક કુમાર ગુંજન, નવી દિલ્હી : બીજેપી દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારી (Manoj Tiwari) પર સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ્સ કરીને આમ આદમી પાર્ટીએ ખૂબ વાહવાહી મેળવી હતી. આ બધા પાછળ દિલ્હી સ્થિત
પ્રોફેશનલ મીડિયા એજન્સી 'કૉન્સેપ્ચુઅલ મીડિયા' હતી. આ એજન્સીના અધ્યક્ષ અમિત રાજ સિંહ છે. અમિત પૂર્વ પત્રકાર છે. આપ પાર્ટીનું સોશિયલ મીડિયા સંભાળી રહેલા અમિતે દિલ્હીની ચૂંટણી અંગે અનેક રસપ્રદ વાતો કહી હતી.

અમિત રાજ સિંહે જણાવ્યું કે, "AAP તરફથી ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો. અમને પાર્ટીના ટિકટૉક, લાઇક અને હેલો જેવા પ્લેટફોર્મને ચલાવવાનું કહેવામાં આવ્યું હતું. આ માટે અમારું લક્ષ્ય યુવાઓ અને પ્રથમ વખત વોટિંગ કરનાર મતદાતાઓ સુધી પહોંચવાનું હતું. અમારા આ માટે સારું કન્ટેન્ટ તૈયાર કરવાનું હતું. હેલો, ટિકટૉક અને લાઇકને અમે એ માટે પસંદ કર્યાં, કારણ કે યુવાઓ વચ્ચે આ એપ્લિકેશનો ખૂબ જ પ્રસિદ્ધ છે."

અમિતે વધુમાં જણાવ્યું કે, AAP પાર્ટીએ મહારાષ્ટ્રમાં એનસીપી નેતા રોહિત પવાર માટે અમે કરેલું કામ જોયું હતું. આપના નેતાઓ તેનાથી પ્રભાવિત થયા હતા, જે બાદમાં પાર્ટીએ સપ્ટેમ્બરમાં અમારો સંપર્ક કર્યો હતો. મને પણ તેમની સાથે કામ કરવાની મજા આવી હતી.

'મનોજ તિવારીની તમામ ફિલ્મો જોઈ'

અમિત રાજ સિંહે જણાવ્યું કે, "અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આમ આદમી પાાર્ટીએ તેમને દિલ્હીના બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. દિલ્હી બીજેપી અધ્યક્ષ હોવાને કારણે મનોજ તિવારી મહત્વના વ્યક્તિ હતા, બીજેપી તરફથી તેમને ચૂંટણીના ચહેરો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તેઓ પૂર્વાંચલના લોકોનું પણ પ્રતિનિધિત્વ કરે છે, જેઓ દિલ્હી માટે મહત્વની વૉટ બેંક છે. અમારે કેજરીવાલ અને તિવારી સાથે સરખામણી કરીને લોકોને સીએમ ઉમેદવાર માટે વિકલ્પ આપવાનો હતો. કૉન્ટેન્ટ બનાવવા માટે મેં મનોજ તિવારીની તમામ ફિલ્મો જોઈ હતી. તેમના તમામ ભાષણોને સાંભળ્યાં હતાં. એક મહત્વની વાત એ સામે આવી કે જ્યારે પણ અમે તિવારીના જૂના ઇન્ટરવ્યૂ વિશે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નાખી ત્યારે તેના જવાબમાં લોકોએ પણ આવા જ બે-ચાર મીમ્સ પોસ્ટ કર્યા હતા. આવી જ રીતે અમને વૉટ્સએપ માટે પણ કન્ટેન્ટ તૈયાર કરવાનું કહેવાયું હતું." 

'કર્ણાટક કૉંગ્રેસ માટે પણ કામ કર્યું'

કૉન્સેપ્યુઅલ મીડિયાએ વર્ષ 2017માં વિઘાનસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટક કૉંગ્રેસ માટે સોશિયલ મીડિયા કેમ્પેન સંભાળી હતી. સાથે જ અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને ઉપમુખ્યમંત્રી ચોઉના મીન બંને માટે સોશિયલ મીડિયા રણનીતિકાર તરીકે પણ કામ કર્યું છે. નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી 2020માં આપ પાર્ટીએ 70 બેઠકમાંથી 62 બેઠક પર જીત મેળવી છે. બીજેપીના ખાતામાં આઠ બેઠક રહી હતી. કૉંગ્રેસ આ ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી શકી ન હતી.
First published: February 17, 2020, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading