Home /News /national-international /કેજરીવાલના ઘરેથી સીસીટીવી ફૂટેજ જપ્ત, થશે ફોરેન્સિક તપાસ

કેજરીવાલના ઘરેથી સીસીટીવી ફૂટેજ જપ્ત, થશે ફોરેન્સિક તપાસ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પોલીસની તપાસ પુરી થઈ ગઈ છે. એડિશનલ ડીજીપીએ જણાવ્યું કે કેજરીવાલના ઘરે 21 કેમેરા લાગેલા છે. જેમાં 14 ચાલી રહ્યાં છે અને 7 બંધ છે. તેમના પ્રમાણે જે રૂમમાં આ ઘટના બની ત્યાં કોઈ કેમેરા લાગેલા ન હતાં. 21 સીસીટીવી કેમેરા અને હાર્ડ ડિસ્ક સીઝ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશ્નનરે જણાવ્યું કે જપ્ત કરાયેલ કેમેરા અને સીસીટીવી ફૂટેજની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

    મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે કથિત મારપીટ મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ આજે બપોરે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ કેજરીવાલના અંગત સચિન બીભા કુમાર સહિત કેટલાક કર્મચારીઓ સાથે પૂછતાછ કરી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે એલજી અનિલ બેજલ સાથે મળવાનો સમય માંગ્યો છે. તેમણે પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા છે.

    તેમણે ટ્વિટ કર્યું છે કે, 'બે થપ્પડની તપાસ માટે સીએમના આખા ઘરની તપાસી. જજ લોયાની હત્યાના મામલામાં અમિત શાહ સાથે પૂછતાછ ક્યારે થશે?'


    મનીષ સિસોદિયાના સલાહકારે ટ્વિટ કરીને કહ્યું કે, પોલીસે સીએમ આવાસને કબજે કરી લીધું છે. પોલીસ કોઈ મંજૂરી વગર સીએમ આવાસમાં આવી છે. પોલીસ રાજે લોકતંત્રની હત્યા કરી છે.

    શું છે આખો મામલો?
    મુખ્ય સચિવે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે સોમવારે મોડી રાતે સીએમ કેજરીવાલના ઘરે તેમને મિટીંગ માટે બોલાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સભ્યોએ તેમની પર સરકારી વિજ્ઞાપન રજૂ કરવાનું દબાણ કર્યું. ના પાડવા બદલ તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. તેમને માર પણ મારવામાં આવ્યો.



    મુખ્ય સચિવે પોલીસમાં આની ફરિયાદ કરી. જેના પછી ઓખલા વિધાયક અમાનતુલ્લાહ ખાન, દેવલીથી વિધાયક પ્રકાશ જરવાલ સહિત અન્ય વિધાયકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. દિલ્હી પોલીસ અન્ય વિધાયકોની તપાસ કરી રહી છે. બાદમાં મુખ્ય સચિવની મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેમના ચહેરા અને ખભા પર વાગ્યાના નિશાન છે.જે પછી સિવિલ સર્વેન્ટે આ આખા મામાલાનો વિરોધ શરૂ કરૂ દીધો છે. જે પછી પોલીસે બંન્ને વિધાયકોની ધરપકડ કરી દીધી અને 14 દિવસોની ન્યાયિક રિમાન્ડ પર મોકલી દીધા છે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Arvind kejrival

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन