આર્મી ડે પરેડના રિહર્સલમાં દુર્ઘટના, ધ્રુવ હેલિકોપ્ટરમાંથી નીચે પડ્યા જવાનો

દોરડું તૂટી જતા જવાનો નીચે પટકાયા હતા

ધ્રુવ હેલિકોપ્ટરમાંથી ઉતરવાનું રિહર્સલ કરી રહેલા 3 જવાન અચાનક ઉપરથી નીચે પટકાયા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતીય સેના આગામી 15 જાન્યુઆરીના રોજ આર્મી ડેની ઉજવણી કરશે. આ દિવસે ખાસ પરેડ કરવામાં આવે છે. નવી દિલ્હી ખાતે આની તૈયારીમાં જોડાયેલા અમુક જવાનો અકસ્માતનો ભોગ બન્યા હતા.

  ધ્રુવ હેલિકોપ્ટરમાંથી ઉતરવાનું રિહર્સલ કરી રહેલા 3 જવાન અચાનક ઉપરથી નીચે પટકાયા હતા. જોકે, તેમાંથી કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી. સેનાએ જણાવ્યું હતું કે તમામ જવાન સુરક્ષિત છે.

  સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધ્રુવ હેલિકોપ્ટરમાંથી જવાનો ઉતરી રહ્યા છે પરંતુ અચાનક દોરડું તૂટી જતા તેઓ જમીન પર પટકાય છે. આ ઘટના મંગળવારે બની હોવાની જાણકારી મળી છે.

  નોંધનીય છે કે સેના દિવસ મનાવવાની પરંપરા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ લેફ્ટિનન્ટ જનરલ કેએમ કરિઅપ્પાના સન્માનમાં 1949થી શરૂ થઈ હતી. આ પહેલા બ્રિટિશ મૂળના ફ્રાંસિસ બૂચર સૈન્ય પ્રમુખ હતા. ત્યારથી દર વર્ષે સેનાના તમામ કમાન્ડ હેડક્વાર્ટર અને દેશની રાજધાની દિલ્હીમાં આર્મી પરેડ તેમજ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

  આ પ્રસંગે આયોજિત પરેડ અને હથિયારોના પ્રદર્શનનો ઉદેશ્ય દુનિયાને પોતાના તાકાતનો અહેસાસ કરાવવો અને દેશના યુવાઓને સેનામાં સામેલ થવા માટે પ્રેરિત કરવાનો હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: