અન્ના હજારેએ ઉપવાસ છોડ્યા, 6 દિવસ ચાલ્યુ આંદોલન

News18 Gujarati
Updated: March 29, 2018, 7:29 PM IST
અન્ના હજારેએ ઉપવાસ છોડ્યા, 6 દિવસ ચાલ્યુ આંદોલન

  • Share this:
અન્ના હજારે અને સરકાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે અન્ના હજારેએ આજે એટલે કે ગુરૂવારે પોતાના ઉપવાસ સમાપ્ત કરી દીધા છે. ઉપવાસ સમાપ્ત કરવાના સમયે મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ હાજર રહ્યા હતા. રામલીલા મેદાનમાં અન્ના હજારેનું જનસત્યાગ્રહ આંદોલન ચાલી રહ્યું હતું. અન્ના સત્યાગ્રહના પ્રવક્તા જયકાંતે કહ્યું કે, કેન્દ્ર સરકારે લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ સંબંધિત અન્ના હજારેની એક મોટી માંગ માની લીધી છે. સરકારે લોકપાલને પ્રધાનમંત્રી, સાંસદો, મંત્રિઓ અને ધારાસભ્યો પર કાર્યવાહી કરવાની સત્તા-શક્તિ આપવાનો વાયદો કર્યો છે.

સરકારે અન્નાને ભરોસો આપ્યો છે કે, તે લોકપાલની નિમણૂંક ટુંક સમયમાં કરશે. અત્યારના સમયમાં એ કાયદો છે કે, લોકપાલ પ્રધાનમંત્રી, એમપી, એમએલએ અને કેબિનેટ મિનિસ્ટરની તપાસ નથી કરી શકતા. અમે સરકારને આ કલમો હટાવવાનું કહ્યું હતું. ત્યારે જ લોકપાલ મજબૂત થશે. અમે કહ્યું હતું કે, લોકપાલને મજબૂત બનાવો, પછી નિમણૂંક કરો. આ માટે સરકારના પ્રતિનીધિઓએ કહ્યું છે કે, આ મુદ્દે લોકસભામાં સંશોધનનો પ્રસ્તાવ આવશે. જે મુદ્દાઓ પર સરકારે સંસદમાં જવાનું છે, તેના માટે અન્નાએ સરાકરને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. જો માંગ પુરી નહીં થાય તો અન્ના ફરી આંદોલન પર બેસશે.

અન્ના હજારેના મંચ પરથી મોદી સરકારે શું કહ્યું?

- લઘુત્તમ સમર્થન કિંમતને નક્કી કરતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસીસને સ્વાયત્ત કરીને સરકાર તેને છૂટ આપશે
- Msp- કિંમતને દોઢ ઘણી કરવામાં આવશે. આમાં તમામ ખર્ચ શામેલ કરવામાં આવશે અને શ્રમ કિંમતને પણ જોડવામાં આવશે.
- ખેડૂતો અને ગ્રાહકોના પરસ્પર હીતનું ધ્યાન રાખવું મોટો પડકાર છે.- કેન્દ્ર સરકારે 6000 કરોડ ફાળવી કેટલીએ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા છે.
- દૂધના વ્યાજબી ભાવ પણ આપવામાં આવશે.
- વૃદ્ધાવસ્થા પેંશનને વધારવા માટે સહમતિ બની ગઈ છે.
- સ્વામીનાથન કમિશનના રિપોર્ટ અનુસાર mspનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- પાક ખરાબ થતાં વિસ્તારની જગ્યાએ વ્યક્તિગત નુકશાનને આધાર બનાવવામાં આવશે
- ખેડૂતની લોન પર ચક્રવૃત્તિ વ્યાજ લેવું ગુનો છે, જો આવું થયું છે તો, બેંકો પાસેથી તે વ્યાજ પાછુ લેવામાં આવશે.
- લોકાયુક્ત કાયદાની કલમ 44 અને 63ના સંબંધમાં 1 માર્ચે બેઠક થઈ હતી અને ટુંક સમયમાં ફરી બેઠક થશે. અને કાયદાના જાણકારને આ પદ પર બેસાડવામાં આવશે.
- ચૂંટણી સુધારને લઈ તમારી ભલામણ ચૂંટણી પંચ સુધી પહોંચાડવામાં આવશે.
- ભારત સરકાર તમારૂ સન્માન કરે છે
First published: March 29, 2018, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading