SC on Air Pollution: દિલ્હીમાં મોતની હવા, જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો

દિલ્હીમાં જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે. પીએમ-10નું સ્તર સામાન્ય રીતે 100 હોય તો એ સલામત ગણાય છે, તેના બદલે પ્રતિ ક્યૂબિક મીટર 577 માઈક્રોગ્રામ સુધી પહોંચ્યું છે.

  • Share this:
    દિવાળી અને ખેતરોમાં પરાળી બાળતાં વધેલાં પ્રદૂષણની ગંભીર અસર દિલ્હી પર તોલાઇ રહી છે. હાલમાં પરિસ્થિતિ ખુબજ વણસી ગઇ છે કે દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડસ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે. દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમકોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી છે.

    શહેર                              AQI
    દિલ્હી, ભારત             556
    લાહોર, પાકિસ્તાન   354
    સોફિયા, બ્લેગરિયા  178
    કોલકાતા, ભારત       177
    ઝાગ્રેબ, ક્રોએશિયા  173
    મુંબઇ, ભારત            169
    બેલગ્રેડ, સબ્રિયા      165
    ચેંગદુ, ચીન                 165
    સ્કોપજે, નોર્થ મેસેડોનિયા 164
    ક્રાકો, પોલેન્ડ             160

    દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે. પીએમ-10નું સ્તર સામાન્ય રીતે 100 હોય તો એ સલામત ગણાય છે, તેના બદલે પ્રતિ ક્યૂબિક મીટર 577 માઈક્રોગ્રામ સુધી પહોંચ્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે. પીએમ-10નું સ્તર સામાન્ય રીતે 100 હોય તો એ સલામત ગણાય છે, તેના બદલે પ્રતિ ક્યૂબિક મીટર 577 માઈક્રોગ્રામ સુધી પહોંચ્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

    કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કહેવા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં પીએમ 2.5 નામથી જાણીતા કણોનું સરેરાશ પ્રમાણે 300ને પાર થઈ ગયું હતું. સાંજ સુધીમાં એમાં ધરખમ વધારો થતાં 381નો આંકડો પાર થયો હતો. આ સ્તર ખૂબ જ જોખમી ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પાટનગરના લોકો શ્વાસમાં ઝેરી વાયુ ભરી રહ્યા છે. જેથી લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

    ગ્રાન્ડેડ રીસ્પોન્સ એક્શન પ્લાનની કમિટિએ સલાહ આપી હતી કે પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટે સરકારી એજન્સીઓ અને ખાનગી કંપનીઓ વાહન વ્યવહાર તાકીદની અસરથી 30 ટકા સુધી ઘટાડે તે યોગ્ય રહેશે. જો એવું નહીં થાય તો વાયુ પ્રદૂષણ હજુ પણ વધી જશે.
    Published by:Margi Pandya
    First published: