Home /News /national-international /દિલ્લીની 10 મોટી ખબરોઃ દિલ્લી-એનસીઆરમાં જીવલેણ હવાનો કહેર, કેટલાક વિસ્તારોમાં AQI 550થી વધુ

દિલ્લીની 10 મોટી ખબરોઃ દિલ્લી-એનસીઆરમાં જીવલેણ હવાનો કહેર, કેટલાક વિસ્તારોમાં AQI 550થી વધુ

ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution) પોતાના મહત્તમ સ્તરે પહોંચતુ દેખાઈ રહ્યું છે.

દિવાળી (Diwali 2021)ના અવસરે ફોડવામાં આવેલા ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution) પોતાના મહત્તમ સ્તરે પહોંચતુ દેખાઈ રહ્યું છે. સોમવારે સવારે પણ દિલ્લી-એનસીઆરમાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

નવી દિલ્હી:  રાજધાની દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં દિવાળી (Diwali 2021)ના અવસરે ફોડવામાં આવેલા ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution) પોતાના મહત્તમ સ્તરે પહોંચતુ દેખાઈ રહ્યું છે. સોમવારે સવારે પણ દિલ્લી-એનસીઆરમાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સાથે જ એર ક્વોલિટી (Delhi Air Quality) પણ સૌથી ખરાબ સ્તરે છે. દિલ્લીના મોટાભાગના વિસ્તારોમાં એક ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 500ની નજીક પહોંચ્યું છે. તો આ તરફ ગાઝિયાબાદના લોનીમાં AQI 552 અને નોઈડા સેક્ટર 60માં 631 AQI નોંધાયો છે. જણાવી દઈએ કે શુક્રવારે દિલ્લીના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે AQI 999 નોંધાયો હતો.

ફટાકડાઓના પ્રતિબંધ છતા પણ દિવાળીની રાત્રે દિલ્લીમાં આતિશબાજી જોવા મળી હતી. ફટાકડાઓના ધુમાડાની બાકી રહેતી અસરને હરિયાણા અને પંજાબના ખેડૂતોએ પરાળ બાળીને પૂરી કરી. આ જ કારણોસર દિલ્લી એનસીઆરમાં ગત 4 દિવસથી ધુમ્મસ છવાયેલ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા કેટલાક દિવસોમાં આ સમસ્યાથી રાહત મળશે.

સોમવારે દિલ્લી એનસીઆરની આવી હતી હાલત

દિલ્લીના આનંદ વિહારમાં સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ, અહીંનો AQI 559 નોંધાયો હતો. આ સિવાય ઝિલમિલમાં 550, અલીપુરમાં 482, વજીરપુરમાં 480, નરેલામાં 450, જહાંગીરપુરીમાં 491, સોનિયા વિહારમાં 456 સાથે જ અનેય કેટલાક વિસ્તારોમાં AQI 450ની આસપાસ નોંધાયો હતો. તો આ તરફ ગાઝિયાબાદના લોનીમાં 571, વસુંધરામાં 537, સંજય નગરમાં 521 AQI જોવા મળ્યો હતો. જો નોઈડાની વાત કરવામાં આવે તો સેક્ટર 62માં 631, સેક્ટર 116માં 462 અને અન્ય વિસ્તારોમાં પણ AQI 400થી વધુ નોંધાયો છે. ગ્રેટર નોઈડામાં AQI 400ની નજીક પહોંચ્યો છે. તો આ તરફ ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પણ હવા પ્રદૂષિત છે, અહીંનો AQI 400 નજીક છે.

ઉલ્લેખનીય છે કે, AQI જ્યારે 0 થી 50 હોય તો તેને શ્રેષ્ઠ, 51 થી 100ની વચ્ચે સંતોષકારક, 101 થી 200 વચ્ચે મધ્યમ, 201 થી 300 વચ્ચે ખરાબ, 301 થી 400 વચ્ચે અતિ ખરાબ અને 401 થી 500 વચ્ચે ગંભીર ગણવામાં આવે છે.

આ પણ વાચો: આજે લાલકૃષ્ણ અડવાણીનો 95મો જન્મ દિવસ, સોમનાથની રથયાત્રા રાજનીતિનો ટર્નિંગ પોઇન્ટ

1. ભારતીય જનતા પાર્ટીના સાંસદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પોતાના મત વિસ્તાર પૂર્વ દિલ્લીમાં 30 નવેમ્બરથી ક્રિકેટ લીગનું આયોજન કરશે. ઈસ્ટ દિલ્લી પ્રીમિયર લીગમાં 10 ટીમ હશે અને વિજેતા ટીમને 30 લાખ રુપિયા ઈનામની રકમ આપવામાં આવશે. આ લીગ માટે 17 થી 36 વર્ષના ખેલાડીઓની પસંદગી માટે ટ્રાયલ રવિવારે યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં શરૂ કરવામાં આવ્યું છે જે 25 નવેમ્બર સુધી ચાલશે.

2. દ્વારકાના ડીસીપી શંકર ચૌધરી અનુસાર, સ્પેશ્યલ સ્ટાફ, સાઈબર સેલ, ટીએસ, એન્ટી નાર્કોટિક્સ સ્ટાફ અને સ્પેશ્યલ ટાસ્ક ફઓર્સના સંયુક્ત ઉપક્રમમાં મોટી સફળતા મળી છે. તેમણે પાછલા 48 કલાકમાં 6 સ્નેચર, રોબર અને લિફ્ટરને પકડી પાડ્યા છે, આમાંથી 2 લોકો મોટા અપરાધી બનવાની કોશિષમાં હતા. આ સિવાય 2 પિસ્ટલ, 4 લાઈવ રાઉન્ડ, 4 ચોરી કરેલા મોબાઈલ, 1 સિમકાર્ડ, 11 મોટરસાઈકલ પણ રિકવર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં વધુ રિકવરી કરવામાં આવશે.

3. દિલ્લી ટ્રાફિક પોલિસના એક વિશેષ અભિયાનમાં અયોગ્ય પાર્કિંગ, નો એન્ટ્રી વિસ્તાર અને લાયસન્સ વિના વાહન ચલાવવા, ક્ષમતા કરતા વધુ યાત્રીઓ બેસાડવા વગેરે જેવા નિયમોના તોડવાને લઈને આ વર્ષે જાન્યૂઆરીથી 31 ઓક્ટોબર વચ્ચે 19,500થી વધુ ઈ-રિક્શા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આંકડાઓ અનુસાર ઈ-રિક્શાના કુલ 19,591 મેમોમાંથી પશ્ચિમ રેન્જ ટ્રાફિક પોલિસ દ્વારા સૌથી વધુ 15,508 મેમો જાહેર કરવામાં આવ્યા છે. આ બાદ નવી દિલ્લી રેન્જમાં 2,802, દક્ષિણ રેન્જમાં 2,209 મેમો આપવામાં આવ્યા છે. જાન્યુઆરીથી 31 ઓક્ટોબર વચ્ચે ત્રણેય રેન્જના આંકડા અનુસાર અયોગ્ય પાર્કિંગ માટે 11,983 મેમો ઈશ્યુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: એન્જિનિયરથી લઈને મેનેજર સુધીની પોસ્ટ પર સરકારી નોકરી, 1.23 લાખ સુધી મળશે પગાર

4. દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પરાળ બાળવાની સમસ્યાનું સમાધાન શોધવા માટે રવિવારે કેન્દ્રીય રાષ્ટ્રીય રાજધાનીના પાડોશી રાજ્યો સાથે તાત્કાલિક બેઠક કરવા અંગે કહ્યું છે. પરાળીના કારણે રાજ્યમાં વાયૂ પ્રદૂષણનું સ્તર ખૂબ વધ્યું છે અને એક ક્વોલિટી પણ બગડી છે. રાયે કહ્યું છે કે પાડોશી રાજ્યોમાં પરાળી બાળવાને અને દિલ્લીની વાયુ પ્રદૂષિત થવાને પ્રત્યક્ષ સંબંધ છે, આ વાત આંકડાઓમાં પણ જોઈ શકાય છે. દિવાળીના ફટાકડાઓને કારણે પણ આ જોવા મળ્યું. જો કે હવે આ પ્રદૂષણનું સ્તર ઘટી રહ્યું છે, પણ પરાળી બાળવાને કારણે દિલ્લીની એર ક્વોલિટી સતત બગડતી જઈ રહી છે.

5. દિલ્લીના યમુના ઘાટો પર છઠ્ઠ પૂજા ઉત્સવને લઈને સત્તા પર બેઠેલી આપ અને વિપક્ષીય દળ ભાજપ વચ્ચે ચાલી રહાલું વાકયુધ્ધ રવિવારે વધુ આક્રામક બન્યું. રવિવારે ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ પ્રતિબંધનું ઉલ્લંધન કરી ધાટ પર છઠ્ઠ પૂજા કરવાની ધમકી આપતા મામલો ગરમાયો સાથે જ પ્રવેશ વર્માએ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવારને પણ પડકાર આપ્યો છે કે તે તમેને રોકી બતાવે. આ તમામની વચ્ચે આપના એક ધારાસભ્ય દ્વારા ભાજપ તેમને છઠ્ઠ ઘાટ તૈયાર કરવાથી રોકતું હોવાનો આક્ષેપ કરતા ધરણાપ્રદર્શન પણ કર્યું હતું. જણાવી દઈએ કે દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ વર્ષે દિલ્લીના યમુના ઘાટ પર છઠ્ઠ પૂજા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કારણે આપ અને ભાજપ વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી વાકયુધ્ધ છેડાયું છે. છઠ્ઠ તહેવાર પોલિટીકલી પણ ખૂબ મહત્વનો છે કેમ કે પૂર્વાંચલ (પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહાર)ના લોકો મોટી સંખ્યામાં અહીં વસે છે અને વોટ બેન્કની દ્રષ્ટીએ આ લોકો બન્ને પાર્ટીઓ માટે મહત્વના છે.

6. ગૌતમબુધ્ધ મગર જીલ્લાના બિસરખ પોલિસમથક વિસ્તારમાં 29 ઓક્ટોબરે રાત્રે હિસ્ટ્રીશીટર મનજીત નાગરની હત્યા મામલે નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી એક લાયસન્સવાળી પિસ્ટલ અને ઘટનામાં વાપરવામાં આવેલી કાર જપ્ત કરવામાં આવી. ઝોન 2ના ડેપ્યુટી કમિશનર હરીશ ચંદને કહ્યું છે કે, સૂચનાને આધારે બિસરખ પોલિસે ખોડી ભનોતી ગામ નિવાસી સંજય ટાઈગરની ધરપકડ કરી છે. પોલિસે તેની પાસેથી હત્યામાં વાપરવામાં આવેલી લાયસન્સ્ડ પિસ્ટલ અને એક ટાટા હેરિયર કાર કબ્જે કરી છે. પૂછપરછ દરમ્યાન આરોપીએ પોલિસને જણાવ્યું કે તે મૃતક મનજીત અને યશપાલ ફૌજી મિત્રો હતા. યશપાલ ફૌજીએ મનજીતની કહેવા પર આર્મીમાંથી વીઆરએસ લીધું અને તેનાથી મળેલા પૈસાથી ત્રણેય વસ્તુઓ લે-વેચ કરવાનો વેપાર કરતા હતા પણ પછી વેપારમાં થતા નફામાં ભાગ આપવાનો મનજીતે ઈન્કાર કર્યો તેથી યશપાલે પોતાના મિત્ર કપિલ પહેલવાન સાથે મળીને 29 ઓક્ટોબરે મનજીતની હત્યા કરી હતી.

આ પણ વાંચો: Chhattisgarh Breaking: સુકમામાં CRPF જવાને સાથીઓ પર વરસાવી ગોળીઓ, 4નાં મોત

7. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મહિલાને હેરાન કરવાથી રોકવા બાબતે કથિત રીતે સફાઈકર્મી સાથે મારઝૂડ કરનારા સબ ઈન્સ્પેક્ટરને સસપેન્ડ કરવામાં આવ્યા છે. પોલિસે જણાવ્યું કે આરોપી એસઆઈ જીતેન્દ્ર ગૌતમ મસૂરી પોલિસ સ્ટેશન વિસ્તારના આધ્યાત્મિક નગર સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ગૌતમ અને તેમના સહયોગી કુલદીપ, શકીલ, તાજ મોહમ્મદ અને ગુફામ વિરુધ્ધ આપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
નવેમ્બરના અંતમાં નોઈડા એરપોર્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. આ વાતની જાણકારી ભાજપના અધ્યક્ષ ઠાકુર ધીરેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે એરપોર્ટની ચારેય દિવાલોનું નિર્માણ 2 મહિનાથી થઈ રહયું છે. જણાવી દઈએ કે 2024 સુધી જેવર એરપોર્ટના એક રન-વેને શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં છઠ્ઠી વખત ગૌતમબુધ્ધ નગર આવશે. આ પહેલા તે ત્રણ વખત નોઈડા અને 2 વખત ગ્રેટર નોઈડા આવી ચુક્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે પણ મોદી અહીં આવ્યા છે તેમણે લોકોને એક મોટી ભેટ આપી છે.

8. દિલ્લી પોલિસના ત્રણ જીલ્લા ક્ષેત્રોમાં ઓક્ટોબર માસમાં આર્મ્સ એક્ટ અંતર્ગત 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ એક્સાઈઝ એક્ટ અંતર્ગત 85 અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ અંતર્ગત 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Indoor Air Pollution, New Delhi, Pm narendra modis, દિલ્હી પ્રદુષણ

विज्ञापन
विज्ञापन