નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર ઝેરીલી હવાની ચેમ્બર બની ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)રેકોર્ડ 999ના સ્તર પર પહોંચી ગયો છે. જે ઘણો ખતરનાક છે. કારણ કે AQIનો સામાન્ય સ્તર 0-50 વચ્ચે હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે લોકો મો અને નાક પર માસ્ક લગાવીને પ્રદુષણના (Air Pollution) દુષ્પ્રભાવથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આંખથી જોડાયેલ ખતરાથી અજાણ છે. પ્રદુષણ આંખમાં અસરની સમસ્યા ઉભી કરી શકે છે.
નેત્ર રોગ વિશેષજ્ઞ ડો. અરવિંદ કુમારે જણાવ્યું કે પ્રદુષણ પોતાના નોર્મલ ઇન્ડેક્સથી ઉપર જાય છે તો આંખ માટે ખતરો વધી જાય છે. હાલના સમયે તો AQI 50ના બદલે એક હજારના સ્તરે પહોંચી ગયો છે. જે સ્વાસ્થ્ય માટે ઘણો ખતરનાક છે. આટલા પ્રદુષણમાં માઇક્રો પાર્ટિકલ્સ આંખમાં જમા થઈ જાય છે પણ આપણને દેખાતા નથી. તેનાથી એલર્જી, ખંજવાળ, પાણી આવવું અને આંખ લાલ થવાની સમસ્યા આવે છે. આ એલર્જી લાંબા સમયથી બની રહે તો આંખની ઇમ્યુનિટી ઓછી જઈ જશે. જેનાથી ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જશે. જેથી ચશ્મા લગાવીને જ બહાર નીકળો. બહારથી આવ્યા હોય તો પીવાના પાણીથી આંખને સાફ કરો.
આ પણ વાંચો - PHOTOS: રસ્તા પર બર્થ ડે પાર્ટી મનાવી રહ્યા હતા નશામાં ધૂત નબીરાઓ, કોન્સ્ટેબલ પર ચડાવી દીધી BMW કાર
પ્રદુષણના બે મોટા કારણ
પ્રદુષણમાં અસલી ભાગ PM 2.5 અને PM 10 કણ ભજવી રહ્યા છે. આ કણ એટલા નાના હોય છે કે તે શ્વાસ દ્વારા આસાનીથી આપણા ફેફસામાં પહોંચી જાય છે અને સ્વાસ્થ્યના દુશ્મન બની જાય છે.
શ્વાસ લેવા સમયે આ કણોને રોકવામાં આપણા શરીરમાં કોઈ સિસ્ટમ નથી. આવા પીએમ 2.5 કણ આપણા ફેફસામાં ઘણા અંદર સુધી પહોંચી જાય છે. પીએમ 2.5 કણ બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે.
Published by:Ashish Goyal
First published:November 04, 2020, 21:41 pm