Home /News /national-international /

દિલ્હીમાં 13 નવેમ્બરથી ફરી લાગુ ઓડ-ઇવન ફોર્મ્યુલા, પ્રદુષણને કારણે 30 હજારનાં મોત થઇ શકે

દિલ્હીમાં 13 નવેમ્બરથી ફરી લાગુ ઓડ-ઇવન ફોર્મ્યુલા, પ્રદુષણને કારણે 30 હજારનાં મોત થઇ શકે

દિલ્હી-એનસીઆરમાં પોલ્યુશન ગુરુવારે પણ સીવિયર કેટેગરીમાં જોવા મળ્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પંજાબી બાગમાં એક ક્વોલિટી ઈન્ડેક્સ 799 રેકોર્ડ કરવામાં આવ્યો છે. લોઝી રોડ પર સવારે પીએમ-10 અને પીએમ 2.5 બંને 500 રેકોર્ડ કરવામાં આવ્યું છે. તે સીવિયર કેટેગરી છે.

વધુ જુઓ ...
ઓડ ઇવન ફોર્મ્યુલા લાગુ 

દિલ્હીમાં પ્રદુષણને લઇને ફરી એક વખત 13થી પાંચ દિવસ માટે એટલે કે 17 નવેમ્બર સુધી ઓડ ઇવન ફોર્મ્યુલા લાગુ. અને જો જરૂર પડે તો આ અવધી વધારી પણ શકાય છે. દિલ્હીમાં આવશ્યક અપૂર્તિ ટ્રકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.  જસ્ટિસ રવિન્દ્ર ભાટ અને સંજીવ સચદેવની બેન્ચે હાલની પરિસ્થિતિને 'કટોકટીની સ્થિતિ' જાહેર કરી દીધી છે. તેમણે સરકારને 'ક્લાઉડ સિડિંગ'ની આ સમસ્યાનાં વિકલ્પ સ્વરૂપે તેમને કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. જેથી તેઓ વાતાવરણમાંથી ધૂળ અને પાર્ટિકલ પદાર્થનું લેવલ ઘટાડવામાં તાત્કાલિક ધોરણે સફળતા મળે.

શું છે ઓડ-ઈવન સ્કીમ

- કેજરીવાલ સરકારે 2016માં જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં 15-15 દિવસ માટે ઓડ-ઈવન સ્કીમ લાગુ કરવામાં આવી હતી.
- જેમાં એક દિવસ એક નંબરની અને બીજા દિવસે બેકી નંબરની ગાડી ચાલતી હતી
- તેના કારણે રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો થાય છે
- ઓડ-ઈવનને ત્યારે લાગુ કરી શકાય છે જ્યારે પોલ્યુશન લેવલ 48 કલાક અથવા તેના કરતા વધુ સમય માટે ઈમરજન્સી લેવલને ક્રોસ કરી જાય.

30,000 લોકોના મોતની શક્યતા- એમ્સે હોસ્પિટલ

દિલ્હી-એનસીઆરમાં પોલ્યુશન ગુરુવારે પણ સીવિયર કેટેગરીમાં જોવા મળ્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પંજાબી બાગમાં એક ક્વોલિટી ઈન્ડેક્સ 799 રેકોર્ડ કરવામાં આવ્યો છે. લોઝી રોડ પર સવારે પીએમ-10 અને પીએમ 2.5 બંને 500 રેકોર્ડ કરવામાં આવ્યું છે. તે સીવિયર કેટેગરી છે.

delhi-pollution (1)

બુધવારે રાજ્યમાં ક્વોલિટી ઈન્ડેક્સ 478 પર પહોંચી ગયો છે. ત્યારપછી એલજી અનિલ બૈજલે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. એમ્સના ડિરેક્ટર અને પ્રખ્યાત ફલ્મોનોલોજિસ્ટ ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં આ પોલ્યુશનથી અંદાજે 30,000 લોકોના મોત થવાની શક્યતા છે.

Delhi-pollution (2)

કેજરીવાલની તમામ પાર્ટીને સલાહ
આ પરિસ્થિતિને ડામવા તમામ વેર-ઝૈર ભૂલીને એક થઇ જાય. અને આ સમસ્યાનું સમાધાન લાવે. આ સમસ્યા ફક્ત દિલ્હી સુધી સિમિત નથી. દિલ્હીની આસપાસનાં વિસ્તાર પણ ગેસ ચેમ્બર બની ગયા છે.
kejriwal on Pollution

આર્ટિફિશિયલ વરસાદની જસ્ટિસની સલાહ

જસ્ટિસ રવિન્દ્ર ભાટ અને સંજીવ સચદેવની બેન્ચે હાલની પરિસ્થિતિને 'કટોકટીની સ્થિતિ' જાહેર કરી દીધી છે. તેમણે સરકારને 'ક્લાઉડ સિડિંગ'ની આ સમસ્યાનાં વિકલ્પ સ્વરૂપે તેમને કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. જેથી તેઓ વાતાવરણમાંથી ધૂળ અને પાર્ટિકલ પદાર્થનું લેવલ ઘટાડવામાં તાત્કાલિક ધોરણે સફળતા મળે.

air-pollution

Air Polution 3
First published:

આગામી સમાચાર