Home /News /national-international /Delhi Air Pollution: પેટ્રોલ ભરાવવા જતા પહેલા એક વાર વિચારજો, ભરવો પડશે 10 હજારનો દંડ

Delhi Air Pollution: પેટ્રોલ ભરાવવા જતા પહેલા એક વાર વિચારજો, ભરવો પડશે 10 હજારનો દંડ

દિલ્હી સરકાર દ્વાર પીયુસી ન હોવા પર 10 હજારનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. (ફાઈલ તસવીર)

Air Pollution: વાહનવ્યવહાર વિભાગે પેટ્રોલ પંપ પર નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ટીમોને ગોઠવી છે. વાહનનો નંબર નોંધીને ડેટા બેઝ પરથી ચેક કર્યા પછી પીયુસી ન હોય તો ઘરે ચલણ મોકલતું હતું. પરંતુ હવે પીયુસી વગર પેટ્રોલ ભરતી વખતે હવે 10 હજાર રૂપિયાનો દંડ આપવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં (Delhi NCR) વધી રહેલા વાયુ પ્રદૂષણને ઘટાડવા (Delhi Air Pollution) અને સમસ્યાનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની (Supreme Court) કડકાઈ બાદ દિલ્હી સરકાર (Delhi Government) તેનાથી નિપટવા માટે વધુ નવા પગલા લેવા જઈ રહી છે. તે જ સમયે, પહેલેથી જ લેવામાં આવી રહેલા પગલાઓને વધુ કડક બનાવવામાં આવશે. દિલ્હી સરકાર હવે રાજધાનીના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ ભરવા આવતા વાહનોના પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUCC)ની કડક તપાસ કરી રહી છે. દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે (Transport Department) હવે PUC ના હોય તો 10,000 રૂપિયાનો દંડ આપવામાં આવ્યું છે.

આ બધાની વચ્ચે જો જોવામાં આવે તો વાયુ પ્રદૂષણમાં વાહનોનો પણ મહત્વનો ભાગ માનવામાં આવે છે. આ અંગે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા જ 'રેડ લાઈટ ઓન, વ્હીકલ બંધ' અભિયાન શરૂ કરી દીધું છે. પીસીઆરએના સર્વે રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, આવા અભિયાનોના સારા પરિણામો પણ સામે આવી રહ્યા છે. આનાથી લગભગ 15 થી 20 ટકા પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે અને લગભગ રૂ. 200 કરોડની વાર્ષિક બચત પણ થાય છે.

હવે તેને ઝડપી બનાવવા માટે દિલ્હી સરકાર વધુ એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. મહત્વનું છે કે, વધતા હવાના પ્રદૂષણમાં વાહનોનો મોટો હિસ્સો ધરાવતા લોકો પર લગામ લગાવવા અભિયાનને તેજ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે પ્રદૂષણ રોકવાના અભિયાન હેઠળ પેટ્રોલ પંપ પર પીયુસીની ચેક કરવામાં આવી રહી છે. સર્ટિફિકેટ વિના પેટ્રોલ ભરવા પહોંચતા વાહનમાલિકોના ચલણ પણ કાપવામાં આવી રહ્યા છે. પીયુસી વગર પેટ્રોલ ભરતી વખતે હવે 10 હજાર રૂપિયાનું ચલણ કાપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Video: પાકિસ્તાને UNમાં ફરી કાશ્મીર અંગે આલાપ્યો રાગ તો, ભારતે આપ્યો જોરદાર જવાબ

મળતી માહિતી મુજબ, પરિવહન વિભાગે પેટ્રોલ પંપ પર નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ટીમો તૈનાત કરી છે. અત્યાર સુધી આ ચલણ વાહનનો નંબર નોંધીને ડેટા બેઝ પરથી ચેક કર્યા પછી પીયુસી ન હોય તો ઘરે ચલણ મોકલતું હતું. પરંતુ હવે પેટ્રોલ પંપ પર જ તેની તપાસ થશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: કોંગ્રેસ પર સંકટ, ગુલામ નબી આઝાદ કેમ્પના 7 ટોચના નેતાઓએ આપ્યું રાજીનામું

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે, કેન્દ્રએ આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો સિવાય તમામ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં શાળાઓ અને કચેરીઓ બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં 50 ટકા હાજરી સહિત અનેક પગલાં સૂચવવામાં આવ્યા હતા. કેન્દ્રની રજૂઆતોની નોંધ લેતા, સુપ્રીમ કોર્ટે (Supreme Court) દિલ્હી અને એનસીઆર રાજ્યોને હવાના પ્રદૂષણને ચકાસવા માટે મંગળવારે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
First published:

Tags: Petrol Pump, દિલ્હી પ્રદુષણ, હવા પ્રદુષણ